શુક્રવાર, 17 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 17 જાન્યુઆરી 2025 (09:02 IST)

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

saif ali khan
Saif Ali Khan- બોલીવૂડના અભિનેતા સૈફ અલી ખાન પર ગુરુવારે પરોઢિયે હુમલો થયા પછી હુમલાખોર હજુ ફરાર છે અને તેને પકડવા માટે પોલીસની 20 ટુકડીઓ બનાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોર કોણ હતો તે જાણવા માટે બાતમીદારોના નેટવર્કનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
 
હુમલાખોર સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેમના પર છ વખત છરીથી હુમલો કર્યો હતો જેના કારણે તેમની સર્જરી કરવી પડી હતી. પોલીસ હવે આ બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. હુમલાખોર પાસે એક લાકડી અને લાંબો છરો હતો. બાંદ્રામાં સતગુરુ શરણ બિલ્ડિંગની અંદર તે લૂંટ કરવાના ઈરાદાથી ઘૂસી આવ્યો હતો તેવું માનવામાં આવે છે.
 
વહેલી સવારના 2.33 વાગ્યાના સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરનો ચહેરો જોઈ શકાય છે. તે એક યુવાન હતો જેણે બ્રાઉન રંગનું ટી-શર્ટ પહેર્યું હતું અને લાલ રંગનો ગમછો વીંટાળ્યો હતો.54 વર્ષના સૈફ અલી ખાન આ બિલ્ડિંગમાં 12મા માળે રહે છે.
 
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ખાન ઉપરાંત તેમના ઘરમાં રહેતાં 56 વર્ષનાં નર્સ, અને ઘરમાં કામ કરતી એક વ્યક્તિને પણ હુમલામાં ઈજા થઈ હતી. પોલીસ માને છે કે બિલ્ડિંગ છોડીને ભાગતા પહેલાં હુમલાખોરે પોતાનાં કપડાં બદલી નાખ્યા હશે.