શુક્રવાર, 17 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 જાન્યુઆરી 2025 (16:01 IST)

અદાણી જૂથ વિશે રિપોર્ટ આપનાર હિંડનબર્ગ રિસર્ચ બંધ થશે

hindenburg
અમેરિકાની કંપની હિંડનબર્ગ રિસર્ચ બંધ થવાની છે એવી માહિતી સંસ્થાપક નેથન ઍન્ડરસને આપી છે.
 
હિંડનબર્ગ રિસર્ચની વેબસાઈટ પર પર્સનલ નોટમાં એન્ડરસને લખ્યું છે કે, "મેં ગયા વર્ષે જ મારા પરિવાર, મારા મિત્રો અને પોતાની ટીમને જણાવી દીધું હતું તે મુજબ મેં હિંડનબર્ગ રિસર્ચને વિખેરી નાખવાનો નિર્ણય લીધો છે."
 
તેમણે કહ્યું કે યોજના એવી હતી કે અમે જે આઇડિયા પર કામ કરતા હતા તે પૂરા થાય ત્યાર પછી કંપની બંધ કરવામાં આવશે. જે પોન્ઝી કેસની તપાસ કરવામાં આવી છે તેના વિશે અમે બજારના નિયમનકારને જણાવી દીધું છે.
 
નેથન એન્ડરસને જણાવ્યું કે, "હું આ બધું ખુશીથી લખી રહ્યો છું. આને બનાવવું મારા જીવનનું સપનું રહ્યું છે."
 
હિંડનબર્ગ રિસર્ચે પોતાના રિપોર્ટમાં અદાણી જૂથ વિરુદ્ધ છેતરપિંડી, ઈનસાઈડર ટ્રેડિંગના નિયમોના ભંગ અને મની લૉન્ડરિંગના આરોપો લગાવ્યા હતા.
 
ત્યાર પછી ભારતમાં હિંડનબર્ગ રિસર્ચ ચર્ચાસ્પદ બની હતી.
 
જોકે, અદાણી જૂથે હિંડનબર્ગ રિસર્ચના આરોપોને નકારી કાઢ્યા હતા.