જાણો કેમ નથી થઈ શકતા પ્રભાસ અને અનુષ્કાના લગ્ન

Last Modified ગુરુવાર, 24 મે 2018 (11:37 IST)
પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની જોડી દર્શકોને ખૂબ જ પસંદ છે, તેથી તેમની ફિલ્મો પણ સફળ રહી છે.

બિગ સ્ક્રીન પર બંનેની કેમિસ્ટ્રી પણ ગઝબની હોય છે. બંનેની મૈત્રી અને નિકટતાના ચર્ચા થતા રહે છે અને કહેનારા લોકો કહેતા રહે છે કે જલ્દી આ બંને કરવાના છે અને બીજી અનેક ચર્ચા થતી રહે છે.
પ્રભાસ અને અનુષ્કા આ મામલે મોટાભાગે ચૂપ જ રહે છે. તેમને ખબર છેકે જેટલુ તેઓ આ વિશે બોલશે એટલુ જ આગમાં ઘી નાખવાનુ કામ થશે. આગ વધુ ઝડપથી ફેલાશે.

મુખ્ય સવાલ એ છે કે શુ આ બંને લગ્ન કરશે ?
આ વિશે તેમની નિકટના લોકો ના પાડે છે. તેમનુ કહેવુ છે કે બંને સારા મિત્ર છે, પણ વાત આનાથી વધુ આગળ નહી લઈ જઈ શકે. કારણ કે બંને જાણે છે કે આગળ કશુ થવાનુ નથી.
Anushka-prabhas
ઉલ્લેખનીય છે કે પ્રભાસ એક રૂઢીવાદી પરિવારનો છે. વિશ્વાસ કરવુ મુશ્કેલ છે પણ પ્રભાસને લવ-મેરેજ કરવાની મંજુરી નથી.
તેને અરેંજ્ડ મેરેજ જ કરવા પડશે. પ્રભાસ પોતાના પિતા અને કાકાના વિરુદ્ધ નથી જઈ શકતા. તેઓ એ જ કરશે જે એ લોકો ઈચ્છશે. તેથી પ્રભાસ અને અનુષ્કાના લગ્ન થવાના કોઈ ચાંસ નથી.


આ પણ વાંચો :