ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 9 ઑગસ્ટ 2023 (15:03 IST)

OMG 2 ને લઈને ભડક્યા મહાકાલ મંદિરમા પુજારી

ઓહ માય ગોડ 2 નો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક રીતે જ્યાં સેન્સર બોર્ડે ફિલ્મના ઘણા સીન અને સિક્વન્સમાં ફેરફાર કર્યા છે. તો હવે મહાકાલ મંદિરના પૂજારીઓએ ફિલ્મને લઈને લીગલ નોટિસ જારી કરી છે.
 
મહાકાલ મંદિરના પૂજારીઓનું કહેવું છે કે જ્યારે આ ફિલ્મ માત્ર પુખ્ત વયના લોકો જ જોઈ શકે છે ત્યારે તેમાંથી શિવ અને મહાકાલ સાથે જોડાયેલા દ્રશ્યો હટાવી દેવા જોઈએ.


ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ ઉજ્જૈનમાં યોજાયેલી જનસુનાવણીમાં મહાકાલ મંદિરના પૂજારી મહેશ શર્મા અને અન્ય લોકોએ પણ અરજીઓ આપી છે. એટલું જ નહીં મેકર્સને લીગલ નોટિસ પણ મોકલવામાં આવી છે. આ સિવાય શહેરના એડીએમએ કહ્યું કે તેઓ આમાં તથ્યપૂર્ણ તપાસ કરશે.