પ્રિયા પ્રકાશના ફેંસ માટે ખરાબ સમાચાર, અભિનેત્રીએ Deactivate કર્યુ પોતાનુ ઈંસ્ટાગ્રામ એકાઉંટ

Last Modified સોમવાર, 18 મે 2020 (20:05 IST)
ફિલ્મ ઉરુ આદર લવના આઇ-ઓપનિંગ સીનથી લોકપ્રિય બનેલી વોરિયર રાતોરાત સોશિયલ મીડિયાની સનસની બની ગઈ હતી. પ્રિયા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ હતી અને તેના ફોટા તેના ચાહકોને ખૂબ ગમે છે. પરંતુ તાજેતરમાં પ્રિયાએ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કર્યું હતું. પ્રિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ થતાં ચાહકો ચોંકી ગયા છે

પ્રિયાના આ પગલા પાછળના કારણ વિશે કોઈને ખબર નથી. એવી આશા છે કે પ્રિયા પાછી આવશે અને ફરી તેના ચાહકો સાથે જોડાશે. ભલે પ્રિયાએ ઇન્સ્ટાગ્રામમાંથી ખુદને હટાવી લીધી હોય પણ તે
ટિક ટોક દ્વારા પોતાના ફૈંસ સાથે જોડાયેલી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે પ્રિયા લોકપ્રિય બની ત્યારે પ્રિયાના પરિવારના સભ્યો પરેશાન થઈ ગયા. તેની માતા પ્રીથાએ એક ઈંટરવ્યુમાં કહ્યું હતું કે અમે ક્યારેય વિચાર્યું નહોતુ
કે પ્રિયા આટલી પ્રખ્યાત થશે.

બાય ધ વે, પ્રિયા પોતે પણ ઘણી ચિંતિત હતી કે શું કરવું જોઈએ. પ્રિયા માટે રાતોરાત બધું બદલાઈ ગયું હતું. તે એટલી પ્રખ્યાત થઈ ગઈ હતી કે તેને ઘરની બહાર જવાનો પણ ડર લાગતો હતો.

પ્રિયાની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં જ 2 બોલિવૂડની
ફિલ્મોમાં જોવા મળશે. જેનુ નામ છે શ્રીદેવી બંગલો અને લવ હેકર્સ 'લવ હેકર્સ' વિશે વાત કરીએ તો તેની સ્ટોરી સાયબર ક્રાઇમની આસપાસ ફરે છે.
ફિલ્મમાં તેની ભૂમિકા વિશે વાત કરતાં પ્રિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ ફિલ્મમાં મારું પાત્ર એક એવી છોકરીનું છે જે કમનસીબ પરિસ્થિતિમાં ફસાઈ જાય છે, પરંતુ તે પછી તે પોતાની જાતને મદદ કરે છે અને ખુદને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢે છે.


આ પણ વાંચો :