રાણા દગ્ગુબાતીએ ગર્લફ્રેંડ મિહિકા બજાજ સાથે કરી સગાઈ

rana daggubati
Last Updated: બુધવાર, 13 મે 2020 (10:50 IST)
દક્ષિણના સુપરસ્ટાર રાણા દગ્ગુબતીએ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરીને બધા ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધાં છે. મિહિકા સાથે પોતાનો જૂનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં રાણાએ લખ્યું, 'અને તેણે હા કહી દીધુ.

સોશિયલ મીડિયા પર રાણા દ્વારા આ સમાચાર શેયર કરતા જ બોલિવૂડ સેલેબ્સ સહિત ઘણા ચાહકોએ તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું

અભિનેતા અનિલ કપૂરે લખ્યું કે અભિનંદન મારા હૈદરાબાદના પુત્ર, હું ખૂબ ખુશ છું. તમારા બંનેને જે થયું તે ખૂબ જ આશ્ચર્યજનક છે. બીજી બાજુ પુલકિત સમ્રાટે પણ રાણાને અભિનંદન આપતા
લખ્યુ ખૂબ ખૂબ અભિનંદન મારા ભાઈ.

ઉલ્લેખનીય છે કે રાણા દગ્ગુબતી સાઉથ સિનેમા ઉપરાંત હિન્દી સિનેમામાં પણ સક્રિય છે. રાણા વર્ષ 2011 માં 'દમ મારો દમ'માં જોવા મળ્યો હતા. આ ફિલ્મમાં તેઓ બિપાશા બાસુના અપોઝિટ જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેઓ 'હાઉસફુલ 4', 'ધ ગાઝી એટેક', 'બેબી' અને 'યે જવાની હૈ દીવાની' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા. આ પછી તેમણે હજુ સુધી કોઈ અન્ય હિન્દી ફિલ્મ સાઇન કરી નથી.

રાણાની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો તે 'હાથી મેરે સાથી' છે. કોરોના વાયરસને કારણે ફિલ્મની રજુઆતમાં વિલંબ થશે.આ પણ વાંચો :