શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 22 નવેમ્બર 2019 (12:10 IST)

"સ્લમડૉગ મિલિયેનર" અભિનેત્રી ફ્રીડા પિંટોએ સગાઈની કરી જાહેરાત, બોયફ્રેંડ સાથે ફોટો શેયર કરીને લખ્યુ ખૂબસૂરત કૈપ્શન

ભારતની જ નહી વિદેશોમાં પણ મોડેલિંગ અને એક્ટિંગની દુનિયામાં મોટુ નામ કમાવનારી સ્લમડૉગ મિલિનેયર અભિનેત્રી ફ્રીડા પિંટો પોતાની સગાઈનુ એલાન કર્યુ છે.  તેણે ઈસ્ટાગ્રામ પર પોતાના બોયફ્રેંડ સાથે તસ્વીર શેયર કરી છે અને પોસ્ટની મદદથી પોતાના બોયફ્રેંડને હેપ્પી બર્થડે વિશ કર્યુ છે. સાથે જ પોતાની સાગાઈની પણ જાહેરાત કરી છે. ફ્રીડા છેલ્લા કેટલાક સમયથી એડવેચર ફોટોગ્રાફર કોરી ટ્રેનને ડેટ કરી રહી છે. 
"સ્લમડૉગ મિલિયેનર" અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યુ છેકે હવે બધુ સેંસિબલ લાગી રહ્યુ છે. જીદગી, આ દુનિયા, એ આંસુ અને કોશિશો બધુ સમજાય રહ્યુ છે. બુદ્ધિમાન લવર્સએ પ્રેમ ને લઈને જે પણ કંઈક કહ્યુ હતુ તે બધુ સમજમાં આવવા માડ્યુ છે. હવે હુ સેંસિબલ થઈ ચુકી છુ.  તમે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છો જે મારા જીવનમાં આવ્યા અને તમે અહી જ છો.  હુ પ્રયાસ કરીશ કે તમે અહી જ રહો. તમને પુષ્કળ પ્રેમ સાથે હેપી બર્થ ડે મંગેતર. 
 
ઉલ્લેખનીય છેકે ફ્રિડા પિંટોએ "સ્લમડૉગ મિલિયેનર"થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. જેને 8 ઓસ્કર એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મ પછી તેણે તૃષ્ણા, બ્લેક ગોલ્ડ, નાઈટ ઑફ કપ્સ, ડેઝર્ટ ડાંસર, લવ સોનિયા, મોગલી જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. હવે તે ફિલ્મોથી દૂર છે. જો કે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.