ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (18:54 IST)

હાર્દિક નતાશાની સગાઈ પર એક્સ ગર્લફ્રેંડએ આપ્યુ આવુ રિએક્શન

ભારતીય ક્રિકેટર હાર્દિક પડ્યાએ સર્બિયાઈ મૉડલ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી લીધી છે. આ અંગેની માહિતી તેમણે જાતે જ સોશિયલ મીડિયાપર શેયર કરી હતી. બંનેના સગાઈના સમાચાર આગની જેમ ફેલાય ગયા. જ્યારબાદ તમામ ક્રિકેટર્સ અને ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ હાર્દિક અને નતાશાને શુભેચ્છા આપી. હવે બંનેના સગાઈને લઈને બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પણ પ્રતિક્રિયા આપી છે. 
Photo : Instagram
ઉર્વશીએ હાર્દિક અને નતાશનએ તેમના સગાઈની શુભેચ્છા આપી. ઉર્વશીએ પોતાના સોશિયલ ઈસ્ટાગ્રામ એકાઉંટ પર બંનેની તસ્વીર સાથે એક સ્ટોરી પોસ્ટ કરી છે. આ સ્ટોરી સાથે ઉર્વશીએ લખ્યુ છે.. હાર્દિક પંડ્યા તમને સગાઈની ખૂબ ખૂબ શુભેચ્છા.. તમારુ આ રિલેશન હંમેશા ખુશીઓ અને પ્રેમથી ભરપૂર રહે. તમારી સગાઈ પર તમારા બંનેના સારા જીવનની કામના કરુ છુ. જો તમને કોઈપણ વસ્તુની જરૂર હોય તો હુ હંમેશા તમારી સાથે છુ. 
 
ઉર્વશી તરફથી આ પ્રતિક્રિયા હેરાન કરનારી છે. કારણ કે એક સમય હતો જ્યારે ઉર્વશી અને હાર્દિક એક બીજાને ડેટ કરી રહ્યા છે.  બંને એકબેજાના સોશિયલ મીડિયા એકાઉંટ પર પોસ્ટ અને કમેંટ કરતા રહેતા હતા. હાર્દિકે ઉર્વશીની એક ફિલ્મની રિલિઝ સમયે તેને એક કૂતરુ ભેટમાં આપ્યુ હતુ.  જયરબાદ આ ચર્ચા હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.  જો કે તેમને સાર્વજનિક રીતે ક્યારેય સ્વીકાર્યુ નહોતુ પણ ક્યારેય આ વાતને નકારી પણ નહોતી. 
ઉલ્લેખનીય છે કે હાર્દિકે બુધવારે પોતાના ઈસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી. તેમણે નતાશા સાથે ફોટો શેયર કરતા લખ્યુ મે તેરા તુ મેરી જાને સારા હિન્દુસ્તાન. 01.01.2020 #engaged'
 
વાત કરીએ નતાશાની તો નતાશા સૌ પહેલા પ્રકાશ ઝા ની ફિલ્મમાં આઈટૅમ નંબર કરતી જોવા મળી હતી. પણ નતાશાને ઓળખ મળી ડી જેવ આલે બાબૂના ગીતથી. ત્યારબદ નતાશા ટીવી રિયાલિટી શો નચ બલિયેમાં ટેલીવિઝન એક્ટર એલી ગીની સાથે અને બિગ બોસના સીઝન 8માં જોવા મળી હતી.