સોમવાર, 25 સપ્ટેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ , મંગળવાર, 31 ડિસેમ્બર 2019 (11:34 IST)

'છપાક'ના પ્રમોશન દરમિયાન આ ડ્રેસને કારણે ટ્રોલ થઈ દીપિકા પાદુકોણ, ઝડપથી વાયરલ થઈ રહી છે Photos

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ વર્તમન દિવસોમાં અપકમિંગ મૂવી છપાકના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ તેને જુહુમા ફિલ્મના પ્રમોટ કરતી જોવામાં આવી. પ્ણ દીપિકા પોતાની ડ્રેસને કારણે ટ્રોલ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેની ફોટોઝ ઝડપથી વાયરલ થઈ રહી છે. અને તેના પર ખૂબ કમેંટ્સ પણ આવી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણે બ્લુ કલરની ડેનિમ સાથે વ્હાઈટ કલરની લૉન્ગ શર્ટ પહેરી છે. જેના પર તેણે બ્લેક કલરની કોર્સેટ પહેરેલ છે. દીપિકાએ બ્લેક કલરની હીલ્સ પણ પહેરી છે.  જેના પર રિબન લાગેલા છે. તેણે આ લુક માટે ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. 
 
એક યૂઝરે કમેંટ કર્યુ કે શાકભાજી ખરીદવા માટે પણ સારા ડ્રેસઅપ  થઈને લોકો જાય છે.. મતલબ કુશુ પણ નહી.. અન્ય યૂઝરે લખ્યુ .. આ રણવીર સિંહની અસર છે. 
 
ઉલ્લેખનીય છે કે છપાકમાં દીપિકા સાથે વિક્રાંત મૈસી પણ જોવા મળશે.  આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના વાસ્તવિક જીવન પર આધારિત છે. 
તાનાજી સાથે થશે ટક્કર 
 
10 જાન્યુઆરીના રોજ વર્ષ 1670 સિંહનાદની લડાઈ પર આધારિત ફિલ્મ તાનાજી ધ અનસંગ વારિયર રજુ થશે.  ફિલ્મમાં સ્ટાર જોડી કાજોલ અને અજય વર્ષ 2010 પછી ફરીથી એક સાથે જોવા મળશે.