સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By મુંબઈ.|
Last Modified: બુધવાર, 27 માર્ચ 2019 (17:04 IST)

'છપાક' ના સેટ પરથી દીપિકા પાદુકોણનુ પ્રથમ લુક આવ્યુ સામે, એક્ટ્રેસને ઓળખવી મુશ્કેલ

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ વર્તમાન દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'છપાક' માં વ્યસ્ત છે.  ફિલ્મમાં તે એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલનુ પાત્ર ભજવી રહી છે. તાજેતરમાં ફિલ્મનુ ફર્સ્ટ લુક સામે આવ્યુ છે. આ ફર્સ્ટ લુકમાં દીપિકા હુ-બ-હુ લક્ષ્મી અગ્રવાલ જેવી દેખાય રહી છે. 
તસ્વીરમાં દીપિકાની આંખોમાં ઉદાસી સાથે જ આશા પણ જોઈ શકાય છે અને તે એકદમ કેરેક્ટરમાં ઓતપ્રોત જોવા મળી રહી છે. ફર્સ્ટ લુક સાથે જ ફિલ્મની રજુઆટની તારીખ પણ સામે આવી ગઈ છે.  બીજી બાજુ એ પણ જાણવા મળ્યુ છે કે ફિલ્મમાં દીપિકાના પાત્રનુ નામ માલતી હશે.  ફિલ્મમાં દીપિકા સાથે વિક્રાંત મૈસી જોવા મળશે.  ફિલ્મની શૂટિંગ નવી દિલ્હીમાં શરૂ થવા જઈ રહી છે. 
ઓનલાઈન રિસર્ચ કરી રહી છે દીપિકા 
 
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની તૈયારી માટે દીપિકા લક્ષ્મી અગ્રવાલ સાથે જોડાયેલ ઓનલાઈન રિસર્ચ કરી રહી છે.  આ ઉપરાંત તેણે લક્ષ્મી અગ્રવાલ સાથે વ્યક્તિગત રૂપે વાત પણ કરી છે. જેને કારણે તેણે તેની સાથે જોડાયેલ અનેક મહત્વપૂર્ણ વસ્તુઓ વાચવા અને જોવા મળી.   લક્ષ્મી અગ્રાઅલે દીપિકાને પોતાના જીવન સાથે જોડાયેલ અનેક એવી વસ્તુઓ વિશે બતાવ્યુ એ અત્યાર સુધી મીડિયા કે સાર્વજનિક જીવનમાં આવી નથી આ ઉપરાંત ફિલ્મ નિર્દેશક મેઘના ગુલઝારે તેમને 8 થી 10 ડીવીડી અને પેન ડ્રાઈવ આપ્યા છે એમા 10 એસિડ સર્વાઈવરના ઈંટરવ્યુઝ છે. 
 
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનુ ડાયરેક્શન મેઘના ગુલઝાર કરી રહી છે.  દીપિકા આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી રહી છે. આ ફિલ્મ દ્વારા દીપિકા પહેલી ફિલ્મ પ્રોડ્યુસ કરવા જઈ રહી છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ રજુ થશે.