સોમવાર, 25 સપ્ટેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (12:25 IST)

દીપિકા પાદુકોણએ કર્યું રણવીર સિંહની સાથે કામ કરવાની ના પાડી, જણાવ્યું આ કારણ

બૉલીવુડનો હૉટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન પછી ચર્ચામાં છે. પાછલા દિવસો એવી ખબર આવી હતી જે દીપિકા અને રણવીર ડાયરેક્ટર કબીર ખાનની ફિલ્મ 83માં સાથે નજર આવી શકે છે. આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા વર્ષ 1983માં જીતેલા ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત થશે. 
 
ફિલ્મમાં રણવીર સિંહ ઓળખીતા ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં નજર આવશે. તેમજ ખબરો મુજબ દીપિકાને કપિલ દેવની વાઈફનો રોલ ઑફર કર્યું હતું. હવે તાજા રિપોર્ટસ  મુજબ દીપિકા પાદુકોણ  ફિલ્મ 83માં કામ કરવાની ના પાડી છે. 
 
દીપિકાને લાગે છે કે ફિલ્મમાં જે રોલ ઑફર કર્યું હતું તેની લંબાઈ ખૂબજ ઓછી હતી. આ કારણે દીપિકા પાદુકોણ એ આ ફિલ્મ કરવાથી ના પાડી દીધું. દીપિકા નહી ઈચ્છે છે કે તે કોઈ પણ ફિલ્મને માત્ર તે માટે સાઈન કરે કારણ કે તેમાં રણવીર સિંહ છે.