ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 1 ડિસેમ્બર 2018 (16:14 IST)

Priyanka Nick Wedding: ઢોલ નગારા દ્વારા થઈ રહ્યુ છે મેહમાનોનુ સ્વાગત, પૈલેસની અંદરની તસ્વીર થઈ LEAK

પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની પ્રથમ ફોટોની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આજે અહી બંને ક્રિશ્ચિયન રીતિ રિવાજથી લગ્નના બંધનમાં બંધાય જશે. જો કે વેડિંગ કાર્ડમાં લગ્નની તારીખ 2 ડિસેમ્બર બતાવાઈ છે. પ્રિયંકાના લગ્ન દરમિયાન જ સોશિયલ મીડિયા પર ઉમેદ ભવન પેલેસના અંદરની અનેક તસ્વીર અને વીડિયો સામે આવી ગયા છે. આ તસ્વીરો અને વીડિયોમાં પેલેસની અંઅરની શાહી તૈયારી જોઈને તમારી આંખો પણ પહોળી થઈ જશે. 
 
સોશિયલ મીડિયા પર પેલેસની અંદર ખાવાની એકથી એક ચઢિયાતી ડિશેજ અને મેહમાનોના અંદર આવવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તસ્વીરોમાં વિવિધ પ્રકારના કુકીઝ જોવા મળી રહ્યા છે. જેને જોઈને તમારુ મન પણ ખાવા માટે લલચાય જશે. પેલેસની અંદરની તસ્વીરો ખૂબ આલીશાન છે. એક તસ્વીરમાં ઝાડને સુંદરતાથી સજાવવામાં આવ્યુ છે.  આ ઝાડની તસ્વીરની નીચે કૈપ્શન લખ્યુ છે. પ્રિયંકા અને નિકના લગ્ન માટે સજાવેલ ઝાડ. 
 
પ્રિયંકા અને નિકે લગ્નને આલીશાન બનાવવામાં કોઈ કમી નથી છોડી. સોશિયલ મીડિયા પર મેહમાનોને કારમાં પેલેસના મુખ્ય દ્વાર સુધી લઈ જતી તસ્વીરો પણ સામે આવી છે. આ તસ્વીરોમાં પેલેસમાં હાજર બધા દરબાન લાલ અને પીળા રંગની ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ તસ્વીરમાં કેટલાક લોકો ઢોલ લઈને જતા પણ દેખાય રહ્યા છે જેને જોઈને એવુ કહી શકાય છે કે મેહમાનોની એંટ્રી થતા જ ઢોલ નગારા વગાડવાનુ કહેવામાં આવ્યુ છે. 
 
આ તસ્વીરો ઉપરાંત સંગીત સેરેમની અને ઉમ્મેદ ભવન પેલેસની તસ્વીરો પણ સામે આવી છે. આ તસ્વીરોમાં ઉમ્મેદ ભવન પેલેસની બહાર આતિશબાજી થતી દેખાય રહી ક છે જ્યારે કે બીજા વીડિયોમાં ખાવાની વ્યવસ્થા દેખાય રહી છે. આ વીડિયોમાં તમે જોશો કે શાહી વ્યંજનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સથે જ સફેદ રંગની લાઈટ્સથી ઉમ્મેદ ભવન પરિશર જગમગાઈ રહ્યુ છે. 
લગ્ન પહેલા પ્રિયંકા અને નિકનુ વેડિંગ કાર્ડ પણ સામે આવ્યુ છે. આ કાર્ડ સફેદ અને સોનેરી રંગનુ છે. આ કાર્ડને જોઈને એવુ કહી શકાય છે કે પ્રિયંકા અને નિકને સફેદ રંગ ખૂબ પ્રિય છે.  એ જ કારણે કાર્ડની ડિઝાઈન ખૂબ સિંપલ અને સોબર રાખવામાં આવી છે.  આ કાર્ડ મુજબ પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બરના રોજ છે. આ કાર્ડ બહારથી જેટલુ સારુ છે એટલુ જ અંદરથી પણ છે.  આ કાર્ડ એક બોક્સમાં છે. જેની અંદર મેહમાનોના  કાર્ડ ઉપરાંત મોઢુ મીઠુ કરાવવાનુ પણ ધ્યાન રખાયુ છે.