2.0 એ પહેલા જ દિવસમાં અનેક રેકોર્ડ તોડ્યા.. આટલા કરોડ કમાવીને બની ગઈ સૌથી મોટી ફિલ્મ

piracy
Last Modified શુક્રવાર, 30 નવેમ્બર 2018 (11:11 IST)
રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ 2.0 ગુરૂવારે રજુ થઈ ગઈ. આશા મુજબ પહેલા દિવસે ફિલ્મને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો. રજનીકાંતના ફેંસ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
દક્ષિન ભારતમાં અનેક સ્થાન પર 2.0 નો પ્રથમ શો સવારે 4 વાગ્યે શરૂ થયો. આ દરમિયાન સિનેમાઘરની બહાર ભારે ભીડ જોવા મળી.

દર્શક ફિલ્મના 3ડી વર્ઝનને જોવુ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ 2.0ના ઓફિશિયલ ટ્વિટર હેંડલ પર લખવામાં આવ્યુ કે 2.0 ને ઉત્સાહજંક રિસ્પોન્સ. આ પ્રેમ માટે બધાનો આભાર. 3ડીમાં તેનો ગ્રૈંડ અનુભવ.

ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જૌહરે જણાવ્યુ કે ફિલ્મના હિન્દી વર્ઝને પ્રથમ દિવસે 20-25 કરોડની કમાણી કરી છે. જો બધી ભાષાઓ (તમિલ અને તેલુગૂ)ના આંકડા જોવામાં આવે તો રજનીકાંત સ્ટારર આ ફિલ્મએ પહેલા દિવસે 100 કરોડની કમાણી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે 2.0 હિન્દુ તમિલ અને તેલુગૂમાં રિલીઝ થઈ છે. આ પહેલા આમિર ખાનની તાજેતરમાં રજુ થયેલી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ઓપનિંગ ડે પર 50 કરોડથી વધુની કમાણી કરી.

ઓપનિંગ ડે પર મોર્નિગ શો ની વાત કરીએ તો ઉત્તર ભારતમાં ઑક્યૂપેંસી 40 ટકા રહી. ડબ ફિલ્મના હિસાબથી આ એક સારો આંકડો છે. બીજી બાજુ દક્ષિણ ભારતના સિનેમાઘરોમાં ફિલ્મન્મે 95 ટકા ઑક્યૂપેંસી મળી. એવુ કહેવાય રહ્યુ છે કે 2.0 અનેક મોટી ફિલ્મના રેકોર્ડ તોડી નાખશે. આ તો વીકડેજની કમાણીનો આંકણો છે. ચોક્કસ રૂપથી વેકેંડ પર તેનુ કલેક્શન હજુ વધશે.

ફિલ્મની એડ્વાંસ બુકિંગ પણ અનેક નવા રેકોર્ડ બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીત તો ઓપનિંગ પછી આ ફિલ્મની કમાણી અનેક નવા રેકોર્ડ બનાવી શકે છે. કમાણીના મામલે બાહુબલી 2 હજુ સુધી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. બાહુબલી 2 એ વર્લ્ડવાઈડ 1810 કરોડનુ કલેક્શન કર્યુ છે.આ પણ વાંચો :