ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 16 માર્ચ 2019 (18:30 IST)

રામ કી જન્મભૂમિને સેંસર બોર્ડે આપી મંજુરી, ચૂટણી દરમિયાન રજુ થશે ફિલ્મ

ઉત્તરપ્રદેશ શિયા સેંટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ સૈય્યદ વસીમ રિઝવી દ્વારા અયોધ્યાના રામ મંદિર પર બનાવેલ ફિલ્મ રામ જન્મભૂમિને સેંસર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળી રહ્યુ છે. આ ફિલ્મ 29 માર્ચના રોજ આખા દેશમાં રજુ થશે. આ ફિલ્મની સ્ટોરી ખુદ વસીમ રિઝવીએ લખી છે. જેનુ નિર્માણ પણ તેમણે જ કર્યુ છે. રિઝવીએ જણાવ્યુ કે આ ફિલ્મમાં રામ મંદિર આંદોલન સાથે જોડાયેલ વિવિધ ઘટનાઓને સામેલ કરવામાં આવી છે. ફિલ્મને અયોધ્યાના અનેક મહત્વપૂર્ણ સ્થળ પર પણ ફિલ્માવી છે. 
 
તેમણે જણાવ્યુ કે સનોજ મિશ્રાના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મમાં મનોજ જોશી, ગોવંદ નામદેવ, નાજનીન પાટની અને રાજવીર સિંહ મુખ્ય પાત્રમાં છે. વસીમે જણાવ્યુ કે આ ફિલ્મ રાજનીતિક રોટલીઓ સેંકનારા ઈસ્લામ ધર્મના ઠેકેદારો પર કરારો પ્રહાર કરશે. અમે આ ફિલ્મમાં એ બધુ બતાવી રહ્યા છે જે એક સભ્ય મુસ્લિમ સમાજમાં ન હોવુ જોઈએ. 
 
રિઝવીએ કહ્યુ કે ફિલ્મનુ પહેલુ પોસ્ટર અને ટીઝર રજુ થયા પછી તેને અનેક ધાર્મિક સંગઠનો તરફથી કાયદાકીય નોટિસ સાથે જ અંડરવર્લ્ડ તરફથી ફિલ્મને પ્રદર્શતિ ન કરવાની ધમકીઓ મળી ચુકી છે.