રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (16:24 IST)

ડાયવોર્સ પછી કરોડોના દેવામાં ડૂબી ગઈ હતી રશ્મિ દેસાઈ, વર્ષો પછી પતિથી અલગ થવાનું દુઃખ

rashmi desai
rashmi desai
રશ્મિ દેસાઈ ટેલીવિઝન ઈંડસ્ટ્રીની સૌથી જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. એક સમય એવો પણ રહ્યો જ્યારે રશ્મિ સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી હતી. રશ્મિએ અનેક સીરિયલ, મ્યુઝિક વીડિયો અને શો માં કામ કર્યુ છે. તેણે નેમ ફેમ બિગ બોસની 13મી સીઝનમાં મળ્યા.  આ શોમાં તેણે ટોપ 5માં પોતાનું સ્થાન બનાવ્યું હતું. રશ્મિ દેસાઈને માત્ર અંગત જીવનમાં જ નહીં પરંતુ વ્યાવસાયિક જીવનમાં પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. તેણે છૂટાછેડા પછી તેના જીવનમાં આવેલા ફેરફારો વિશે ખુલાસો કર્યો છે.
 
ડાયવોર્સ પછી કરોડોના કર્જમાં ડૂબી ગઈ હતી અભિનેત્રી 
પારસ છાબડાના પૉડકાસ્ટ દરમિયાન રશ્મિ દેસાઈએ જૂની વાતોને યાદ કરતા એ સમય વિશે વાત કરી જ્યારે તેમની પાસે પૈસા નહોતા અને એ દિવસમાં એકવારના ખોરાક માટે સંઘર્ષ કરી રહી હતી. અભિનેત્રીએ આ દુખદ દાસ્તાન શેયર કરતા જણાવ્યુ કે આ 2017ની વાત છે જે મારી લાઈફનો એક ડાર્ક ફેજ હતો. પતિથી અલગ થયા પછી તે આર્થિક રૂપે કમજોર થઈ ગઈ હતી અને તેના પર કરોડોનુ દેવુ હતુ. જેની તેના પર ખૂબ ખરાબ અસર થઈ. 

 
ન તો ઘર હતુ કે ન ખાવા માટે પૈસા 
 અભિનેત્રી રશ્મિએ વધુમાં જણાવ્યું હતું કે તે ખૂબ જ મૂંઝવણમાં હતી કે શું કરવું અને કેવી રીતે કર્જ ચૂકવવુ, પરંતુ બાદમાં તેને સીરિયલ 'દિલ સે દિલ તક' મળી. જો કે સંઘર્ષથી સફળતા સુધીની આ સફર પણ ઘણી સુંદર હતી. બાદમાં તેણે 'બિગ બોસ 13'માં ભાગ લેવાનું નક્કી કર્યું.  એક  ઈન્ટરવ્યુમાં રશ્મિએ જણાવ્યું કે તે ચાર દિવસ સુધી રસ્તા પર રહી અને 20 રૂપિયાનું ભોજન ખાધું. રશ્મિએ જણાવ્યું કે રિક્ષાચાલકો માટે ફૂડ પેકેટમાં આવતું હતું, જેમાં ચોખા, દાળ અને 2 રોટલા હતા અને ઘણીવાર ફૂડમાં કાંકરા પણ હોય છે. તેણે જણાવ્યું કે તે સમયે તેનો તમામ સામાન તેના મેનેજરના ઘરે હતો.
રશ્મિ દેસાઈના તૂટેલા લગ્ન
તમને જણાવી દઈએ કે રશ્મિ ના લગ્ન નંદિશ સિંહ સંધુ સાથે થયા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ જ બંને અલગ થઈ ગયા હતા.  એક ઈન્ટરવ્યુમાં રશ્મિએ કહ્યું હતું કે તેના પહેલા લગ્ન તૂટ્યા બાદ તે સંપૂર્ણપણે પરેશાન હતી અને બાદમાં તેને સમજાયું કે લગ્ન કરવાનો નિર્ણય તેની સૌથી મોટી ભૂલ હતી. 'બિગ બોસ 13'ના ઘરમાં રશ્મિ એક બિઝનેસમેન અરહાન ખાન સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ તે સંબંધ પણ થોડા સમય પછી ખતમ થઈ ગયો.