મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (12:10 IST)

પહેલીવાર સામે આવી શાહિદ અને કરીનાના અલગ થવાની હકીકત

બોલીવુડના નવાબ સેફ અલી ખાનની બેગમ કરીના કપૂર ખાન એક વ્હાલા પુત્રની મા બની ચુકી છે અને તેના એક્સ બોયફ્રેંડ અભિનેતા શાહિદ કપૂર પણ મીરા રાજપૂત સાથે લગ્ન પછી એક પરી જેવી પુત્રીના પિતા બની ચુક્યા છે. 
 
આજે ભલે કરીના કપૂર અને શાહિદ કપૂરના રસ્તા જુદા પડી ગયા છે પણ એક સમય એવો પણ હતો જ્યારે સમગ્ર બોલીવુડ ઈંડસ્ટ્રીમાં આ બંનેના પ્રેમના કિસ્સા ખૂબ મશહૂર હતા. 
 
બંને અનેક ફિલ્મોમાં એક સાથે કામ કરી ચુક્યા છે. 
 
તેમની દિવાનગીનો આલમ કંઈક એવો હતો કે જ્યા પણ જતા આ બંને સાથે જોવા મળતા. તેમનો આટલો પ્રેમ જોઈને એવુ લાગતુ હતુ કે જલ્દી જ બંને લગ્નના બંધનમાં બંધાય જશે. 
 
તેમને પ્રેમની કશ્તી પોતાની મંઝીલ તરફ વધી રહી હતી કે અચાનક એક તોફાન આવી ગયુ અને ક્ષણભરમાં બધુ જ બરબાદ થઈ ગયુ. આ તોફાને બંનેના રસ્તાને કાયમ માટે જુદા કરી દીધા. 
છેવટે કયા કારણથી શાહિદ અને કરીનાનું બ્રેકઅપ થયુ ? શુ હતુ તેનુ અસલી કારણ ?
 
આવો અમે તમને બતાવીએ છીએ શાહિદ અને કરીનાના બ્રેકઅપનું અસલી કારણ.. 
 
શાહિદ અને કરીનાના બ્રેકઅપનુ અસલી કારણ હતુ એક એમએમએસ વીડિયો.. 
 
જ્યારે બોલીવુડમાં શાહિદ અને કરીના પ્રેમની ચર્ચા સામાન્ય હતી. એ દરમિયાન શાહિદ અને કરીનાના પર્સનલ ક્ષણનો એક આપત્તિજનક વીડિયો વાયરલ થઈ ગયો હતો. જેનાથી જોતજોતામાં બંનેની જીંદગીમાં તોફાન આવી ગયુ. 
 
ઉલ્લેખનીય છે કે આ ઘટના એ સમયની છે જ્યારે બોલીવુડમાં શાહિદ અને કરીના પોતાના ફિલ્મી કેરિયરની સીઢીયો ચઢી રહ્યા હતા.  ફિલ્મી કેરિયરની સાથે જ બંનેનો પ્રેમ પણ પરવાન ચઢ્યો હતો. 
 
એક દિવસ શાહિદ અને કરીના એક પાર્ટીમાં પહોંચ્યા.  આ પાર્ટીની વચ્ચે તક જોઈને બંને લવ બર્ડ્સ એકબીજાના પ્રેમમાં એ રીતે ખોવાય ગયા કે કોઈપણ વસ્તુનો તેમને હોશ નહોતો રહ્યો. બસ પછી તો શુ હતુ આ દરમિયાન કોઈએ આ બંનેના જીવનના રોમાંટિક અને પર્સનલ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી. 
 
બંન્નેના એક મિત્રએ બનાવ્યો હતો વીડિયો - એવુ કહેવાય છે કે બંનેના વ્યક્તિગત ક્ષણનો આ આપત્તિજનક વીડિયો તેમના જ એક મિત્રએ બનાવ્યો હતો. એ સમયની મીડિયા રિપોર્ટ્સ મુજબ વીડિયોને કોઈ હોટલના રૂમનો બતાવાય રહ્યો હતો. 
આ વીડિયો વાયરલ થતા જ બંને વચ્ચે દરાર પડી ગઈ. જો કે બંનેયે ક્યારેય આ વીડિયોને લઈને કોઈ નિવેદન નથી આપ્યુ. પણ આ એક વીડિયો જ બંનેના બ્રેકઅપનું કારણ બની ગયુ. 
 
ઉલ્લેખનીય છે કે આજે બંને પોત પોતાના જીવનમાં સેટલ થઈ ચુક્યા છે પણ જ્યારે પણ કોઈ ઈવેંટ પર બંનેનો આમનો સામનો થાય છે તો તેઓ એકબીજાને મોટાભાગે ઈગ્નોર કરે છે. કારણ કે આજે પ્ણ એ વાયરલ વીડિયોની યાદ બંનેને શરમજનક પરિસ્થિતિમાં મુકી દે છે.