બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 23 મે 2020 (18:53 IST)

સલમાન ખાનની ફિલ્મ 'રેડી' ના સહ-અભિનેતા મોહિત બઘેલનું કેન્સરથી અવસાન

સલમાન ખાનની ફિલ્મ રેડીમાં સુપરસ્ટાર સાથે કામ કરનાર મોહિત બઘેલનું નિધન થયું છે. મોહિતે 27 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  મોહિતને કેન્સર હતું. દિગ્દર્શકો રાજ શાંડિલ્યા અને પરિણીતી ચોપડા પણ તેમના નિધનથી દુ: ખી છે.
 
ફિલ્મ ડ્રીમ ગર્લના ડાયરેક્ટર રાજ શાંડિલ્યાએ ટ્વીટ કર્યું હતું કે, 'મોહિત મારા ભાઈ જવાની આટલી ઉતાવળ શું હતી ? મેં તને કહ્યું હતુ કે જો આખું ઉદ્યોગ તારા માટે બંધ થઈ ગયું છે ... તુ જલ્દી સાજો થઈને આવી જા  પછી જ કામ કરવાનું શરૂ કરશે. તુ  ખૂબ જ સારો  અભિનય કરે છે. તેથી હું તમારી આગળની ફિલ્મના સેટ પર રાહ જોઈશ અને તારે આવવું પડશે ... કેન્સર RIP 
 
સમાચાર મુજબ મોહિતની કીમોથેરેપી 14 મેના રોજ થઈ હતી અને શનિવારે તેનું મોત નીપજ્યું હતું  મોહિતની સારવાર . નોઇડામાં ચાલી રહી હતી.
 
મોહિતના મોત પર દુ:ખ વ્યક્ત કરતાં પરિણીતીએ લખ્યું કે, 'જેટલા લોકો સાથે કામ કર્યુ તેમા શ્રેષ્ઠ માણસોમાંથી એક હતા મોહિત. ખુશ, પોઝીટીવ અને હંમેશા મોટિવેટેડ, લવ યુ મોહિત RIP