શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (06:14 IST)

ફોર્બ્સ - સલમાન સતત ત્રીજા વર્ષે સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટી, એક વર્ષમાં 253 કરોડ કમાવ્યા

મુંબઈ. ફોર્બ્સએ સૌથી વધુ કમાણી કરનારી ઈંડિયન સેલિબ્રિટીઝની લિસ્ટ રજુ કરી છે. તેમા સલમાન ખાન (52) સતત ત્રીજા વર્ષે સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટી છે. સલમનએ 1 ઓક્ટોબર 2017થી 30 સપ્ટેમ્બર 2018 વચ્ચે 253.25 કરોડ રૂપિયા કમાવ્યા. ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી 228.09 કરોડ રૂપિયાની કમાણી સાથે બીજા નંબર પર છે.  અક્ષય કુમારનો ત્રીજો નંબર છે.  તેમની કમાણી 185 કરોડ રૂપિયા રહી. ચોથા નંબર પર દીપિકા પાદુકોણ છે.  જેમની કમાણી 112 કરોડ રૂપિયા રહી છે. ટોપ 5માં દીપિકા એકમાત્ર મહિલા છે. મહેન્દ્ર સિંહ ધોની 101.77 કરોડ રૂપિયાની કમાણી સાથે પાંચમા નંબર પર છે.
વિરાટની  126%..દીપિકા ની  66% કમાણી વધી
2018માં સૌથી વધુ કમાણીવાળા 10 સેલેબ્રિટી
સેલિબ્રિટી ગયા વર્ષની કમાણી 
(રૂપિયા કરોડ)
આ વર્ષની કમાણી
(રૂપિયા કરોડ) 
સલમાન  ખાન     232.83 253.25
વિરાટ કોહલી  100.72 228.09
અક્ષય કુમાર  98.25 185
દીપિકા પાદુકોણ      68 112.8
મહેન્દ સિંહ ધોની  63.77 101.77
આમિર ખાન  68.75 97.5
અમિતાભ બચ્ચન             75 96.17
રણવીર સિંહ  62.63 84.67
સચિન તેંદુલકર  82.50 80
અજય દેવગન 48.83 74.5


સલમાનની કમાણીમાં એક વર્ષમાં 9%નો વધારો થયો. બીજી બાજુ વિરાટ કોહલીની કમાણીમાં 126%નો વધારો થયો. આ રીતે અક્ષય કુમારની કમાણી એક વર્ષમાં 88%, દીપિકા પાદુકોણની કમાણીમાં 66% અને મહેન્દ્ર સિંહ ધોનીની કમાણીમાં 60%નો વધારો થયો. 
પ્રિયંકા ચોપડાની રેંક આ વખતે 42 પગથિયે ગબડી ગઈ. આ વખતે તે 49માં નબર પર આવી ગીઈ. ગયા  વર્ષે તેનો 7મો નંબર હતો.  તેની કમાણીમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. એક વર્ષમાં પ્રિયંકાની ઈનકમ 68 કરોડથી ઘટીને 18 કરોડ રહી ગઈ 
 
શાહરૂખ ખાન બીજા નંબર પરથી ઘકેલાઈને આ વર્ષે 13માં નંબર પર આવી ગયો. તેમની કમાણી ફક્ત 56 કરોડ રૂપિયા રહી ગઈ. ગયા વર્ષે તેમણે 170.50 કરોડ રૂપિયા કમાવ્યા હતા. 
 
ટૉપ 100માં પવન એકમાત્ર નેતા 
 
31 કરોડ રૂપિયાની કમાણી સાથે પવન કલ્યાણ 24માં નંબર પર છે. પવન તેલુગુ ફિલ્મોના એક્ટર રહ્યા છે. આંધ્ર પ્રદેશમાં તેમણે જન સેના પાર્ટી બનાવી છે.  તે ચિંરંજીવીના નાનાભાઈ છે. 
 
લિસ્ટમાં બે લેખક પણ 
 
અમિષ ત્રિપાઠી અને ચેતન ભગતે પણ આ લિસ્ટમાં સ્થાન બનાવ્યુ છે. ટૂ સ્ટેટસ જેવા પુસ્તકોના લેખક ચેતન 8.75 કરોડની કમાણી સાથે 90મી રેંક પર છે. બીજી બાજુ 6.5 કરોડ રૂપિયાની કમાણી સાથે અમિષ 95માં નંબર પર છે. તે શિવ ટ્રિયાલોજીના લેખક છે. 
એક જ પરિવારના બે સેલેબ પણ લિસ્ટમાં 
 
આ લિસ્ટમાં એક જ પરિવારના બે લોકોને સ્થાન મળ્યુ છે. તેમા વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, દીપિકા-રણવીર સિંહ, અમિતાભ બચ્ચન-એશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂર-સેફ અલી ખાન, અનિલ કપૂર-સોનમ કપૂરનો સમાવેશ છે.