શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (11:21 IST)

Forbes India: અંડર 30 લિસ્ટમાં ભૂમિ પેડનેકરને મળ્યુ સ્થાન, વિક્કી કૌશલ અને જુબિન નૌટિયાલનો પણ સમાવેશ

યશરાજ ફિલ્મ્સની ફિલ્મ દમ લગા કે હઈશા દ્વારા પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી ભૂમિ પેડનેકરે ફોર્બ્સ ઈંડિયાની અંડર 30 લિસ્ટમાં સ્થાન બનાવી લીધુ છે. ભૂમિ ઉપરાંત આ લિસ્ટમાં સ્થાન મેળવનારાઓમાં મસાન ફિલ્મના અભિનેતા વિક્કી કૌશલ, મિથિલા પાલકર અને ગાયક જુબિન નૌટિયાલનો પણ સમાવેશ છે. ભૂમિકે આ વાતની માહિતી આપતા કહ્યુ કે ફોર્બ્સ ઈંડિયાના આ સન્માન માટે આભાર. હકીકતમાં આવુ અદ્દભૂત લોકો સાથે આ યાદીમાં બનવુ ખાસ છે. 
વિક્કી કૌશલ અને જુબિન નૌટિયાલનો પણ સમાવેશ 
 
આ મેગેઝિનમાં ભૂમિ ઉપરાંત મસાન ફિલ્મના અભિનેતા વિક્કી કૌશલ અને બોલીવુડના સિંગર જુબિન નૌટિયાલનો પણ સમાવેશ છે. વિક્કી કોશલે આ સન્માન માટે ટ્વીટ કરીને કહ્યુ છે કે આ સન્માન આપવા માટે આભાર ફોર્બ્સ ઈંડિયા. સાથે જ વેબ સીરિઝ દ્વારા ચર્ચાઓ મેળવનાર અભિનેત્રી મિથિલા પાલકરે પોતાની ખુશીને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી છે.