સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (15:50 IST)

બોલિવૂડના પંજાબી સિંગર કિંગ બલજિતસિંહનું ‘નચના સોંગ આલ્બમ’ લોન્ચ થયું

પોલીવૂડ સિનેમાના મ્યુઝિક લેબલ હેઠળ બોલિવૂડના જાણિતા અને પંજાબી સિંગર કિંગ બલજિતસિંહનું ‘નચના’ આલ્બમ રિલિઝ થયું છે. આ સોંગ આલ્બમ પેપ્પી ડાન્સ સાથે યુવાનો અને વૃદ્ધોને પસંદ પડે તેવા સંગીત સાથે લોન્ચ કરાયું છે. આ મ્યુઝિક વિડિયોને મુંબઈ ખાતે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ વિડિયો આલ્બમના ગીતોને ખુદ બલજિતસિંહે ગાયા છે અને લખ્યાં પણ છે. તેઓ બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં લાઈવ પરફોર્મ કરવા માટે જાણિતા છે. આ વિડિયોને પ્રેમ ધમિજા, રાકેશ આહૂજા, વિવેક ગુપ્તાએ પ્રોડ્યુસ કર્યો છે. આ આલ્બમમાં સંગીત સ્ટિરિયો સિંગ્ઝ દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે વિડિયોના ડિરેક્ટર શિવ મલ્હોત્રા છે. બલજિતસિંહનો અપકમિંગ પ્રોજેક્ટ એક પંજાબી ફિલ્મ છે. જેનું નામ ધી પંજાબ દી છે. તેઓ વિશ્વના દેશોમાં ભાંગરાનો કાર્યક્રમ આપવા માટે પણ જાણિતા છે.