બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (15:34 IST)

AMCનું બજેટ રજુ કરાયું - કાંકરિયા ખાતે બનશે સિંગાપુર જેવું ફિશ એક્વેરિયમ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2018-19 માટે 6990 કરોડનું બજેટ આજે રજુ કરાયું.  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણકુમાર ભગવાનદાસ પટેલે 490 કરોડના વધારા સાથે આ બજેટને રજુ કર્યું. પ્રોપર્ટી અને વોટર ટેક્સના દર યથાવત રાખવામાં આવ્યાં છે. બજેટની જાહેરાત મુજબ વિકાસના કાર્યો પાછળ 3,490 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. શહેરમાં 3 જગ્યાએ નવા ફ્લાય ઓવર બનાવવામાં આવશે. નવી ટીપી સ્કિમમાં આરસીસી રોડ પાછળ 15 કરોડ ખર્ચાશે. 6 નવા પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે કાંકરિયા ખાતે સિંગાપોર જેવું ફિશ એક્વેરિયમ બનાવવામાં આવશે. ચંડોળા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઉપર પણ ધ્યાન આપવામાં આવશે. 



સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા વર્ષ 2018-19ના મહત્વના ઠરાવો
-- મ્યુ.પ્રોપર્ટી ટેક્સ-કોન્ઝર્વન્સી ટેક્સ, વોટર ટેક્સના દરોમાં કોઈ જ વધારો કરાયો નથી.
- વાહનવેરા દરોમાં કોઈ જ વધારો નહીં. 
- નરોડા પાટીયા ચાર રસ્તા ફ્લાય ઓવરબ્રિજ નવેસરથી તૈયાર કરવા માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી.
- કાલુપુર રેલવે ઓવરબ્રિજ પહોળો કરવા, કુબેરનગર રેલવે ઓવરબ્રિજ અંગે ફીઝીબિલિટી રિપોર્ટ તથા વાસણા પિરાણા ડો.બાબાસાહેબ આંબેડકર પુલ નીચે રંગસાગર ફ્લેટ પાસેથી પસાર થતા રસ્તા અંગે ફીઝિબિલિટી રિપોર્ટ ( રસ્તા ઉપર પુલની ઉંચાઈ સપ્રમાણ ન હોવાથી ઉંચાઈવાળા વાહનો પસાર થઈ શકતા નથી તેથી નાગરિકોને મુશ્કેલી પડે છે. જેને ધ્યાનમાં રાખીને વાસણા પિરાણા ડો.બાબાસાહેબ આંબેડકર રિવર બ્રિજના પશ્ચિમ તરફના ભાગની નીચેથી પસાર થતા વાહનોને વધુ ઊંચાઈ મળી રહે તે પ્રકારે આયોજન કરવા તેમજ વૈકલ્પિક રસ્તા અંગે આયોજન કરવા પ્રારંભિક ધોરણે. આ કામ માટે બજેટમાં 2 કરોડની જોગવાઈ. 
- નવી ટીપી સ્કીમમાં આર.સી.સી.રોડનું આયોજન, ડામરના રસ્તાઓ પાણી ભરાવવાના કારણે વારંવાર તૂટી જાય છે. આ માટે બજેટમાં 15 કરોડની જોગવાઈ.


- સીવીલ હોસ્પિટલ-જગન્નાથ મંદિર-જમાલપુર વિસ્તાર એરીયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 10  કરોડની જોગવાઈ. 
- રોડ પ્રોજેક્ટની કામગીરી માટે મેટલ ડેપો, મટીરિયલ ટેસ્ટીંગ લેબોરેટરી તથા હોટમીક્સક પ્લાન્ટ. શહેરમાં 3 જગ્યાએ એએમસીનો હોટ મિક્સ પ્લાન્ટ તથા મેટલ ડેપો તૈયાર કરવા માટે તથા મટીરિયલ ટેસ્ટીંગ લેબોરેટરીની અદ્યતન ટેક્નોલોજી સાથેની લેબોરિટરી ઓન વ્હીલ તૈયાર કરાશે. આ માટે 20 કરોડની જોગવાઈ. 
-જુના એલ.જી. હોસ્પિટલ બિલ્ડિંગ ખાતે વધારાના માળનું બાંધકામ, આ માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ.
- પૂર્વ વિસ્તારમાં હાંસોલ ખાતે 10.એમ.એલ.ડી ક્ષમતાનો સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, આ માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ.
- લેફ્ટ ટર્ન ફ્રી ટ્રાફિક વ્યવસ્થા માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ, જેનાથી શહેરની ટ્રાફિક સિસ્ટમ આધુનિક અને સરળ બની શકે.
- ખારીકટ કેનાલના સફાઈ અભિયાન માટે 3 કરોડ રૂપિયાની જોગવાઈ.
- સરસપુરના જૂના પુરાણા ડો.બાબાસાહેબ આંબેડકર હોલને ડીમોલીશ કરીને નવી ડિઝાઈન તૈયાર કરી ડો.બાબાસાહેબ આંબેડકર ઓડીટોરિયમ તૈયાર કરવા માટે બજેટમાં 5 કરોડ રૂપિયાની જોગવાઈ.
- ગોમતીપુરમાં આવેલા વીર ભગતસિંહ કોમ્યુનિટી હોલનું નવીનિકરણ કરવાની જગ્યાએ ડીમોલીશ કરીને નવો કોમ્યુનિટી હોલ તૈયાર કરવા માટે બજેટમાં 3 કરોડની જોગવાઈ.
- પૂર્વ વિસ્તારમાં300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી બેઠક વ્યવસ્થા સાથેની વાતાનુકૂલિત રિડિંગ લાઈબ્રેરી તથા સેમીનાર માટે 300 બેઠકોવાળો ઓડિટોરિયમ તૈયાર કરવા માટે 2 કરોડની ફાળવણી.
- પાણીના નવા બોર માટે 5 કરોડની ફાળવણી.
-ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લિયરન્સ બોર્ડ તથા ઔડાની વસાહતોમાં ડ્રેનેજ,રસ્તા, લાઈટ, પાણી, વગેરે સુવિધાઓ માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી.
- મ્યુનિ.કાઉન્સિલરોને પ્રજાલક્ષી વિકાસના કામો માટે વાર્ષિક મળતા 17 લાખના બજેટમાં 8 લાખ રૂપિયાનો વધારો કરીને 25 લાખ રૂપિયા કરાયો. જેમાંથી 3 લાખ માત્ર વોર્ડ અને શહેરની સ્વચ્છતા અભિયાન સંદર્ભે જ ઉપયોગમાં લેવાશે. 
- ઝીરો બજેટ હેડ હેઠળ 14.66 કરોડ રૂપિયાની ફાળવણી.
- અમદાવાદ દેશનું પ્રથમ વર્લ્ડ હેરીટેજ સિટી બન્યું છે. વિશેષ દરજ્જો પ્રાપ્ત થવાના કારણે તેની ખાસ ઓળખ ઊભી થાય તે હેતુથી શહેરમાં પ્રવેશવાના મુખ્ય ચાર પ્રવેશ દ્વાર પર વર્લ્ડ હેરીટેજ સીટી પ્રવેશદ્વાર તૈયાર કરવા માટે 3 કરોડની જોગવાઈ.
- એ.એમસી હેરીટેજ બિલ્ડિંગ સરદાર પટેલ ભવનના નવીનિકરણ તથા હેરિટેજ ગેલેરી માટે એક કરોડની જોગવાઈ.
- લાંભા રંગોળીનગર તથા નિકોલ ખાતે નવા મ્યુનિસિપલ શાળાના મકાનો માટે 3 કરોડની જોગવાઈ.
- ચંડોળા તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ.
- નાના નાના  તળાવો જેમ કે નિકોલ ગામ તળાવ, હાથીજણ ગામ, આંબલી તળાવ પરતે પાકી પાળ બાંધી આસપાસ પેવીંગ કરવા માટે 2 કરોડની જોગવાઈ.
- 6 નવા પાર્ટી પ્લોટ માટે 2 કરોડની જોગવાઈ
- મેયર હાઉસ જેમાં નિવાસ સ્થાન ઉપરાંત કોન્ફરન્સ રૂમ, ગેસ્ટ રૂમ, કાર્યાલય સુવિધા સાથેનું અદ્યતન મેયર હાઉસ તૈયાર કરવા માટે 2 કરોડ રૂપિયાની જોગવાઈ.
- શહેરમાં નવા સમવિષ્ટ થયેલા વિસ્તારના ગામડાઓને શહેરી વિસ્તારો જેવી સુવિધાઓ આપવા માટે , ગામતળોમાં સુવિધા માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ.
- શહેરના વિવિધ વોર્ડમાં આવેલા 58 સીટી સીવિક સેન્ટરોના નવીનીકરણ માટે 5 કરોડ રૂપિયાની ફાળવણી.
- સીટી ડિઝાઈન સેલની રચના-સીટી બ્યુટીફિકેશન પ્લાન માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ.
- શહેરના પૂર્વ વિસ્તારમાં પીપીપી મોડલથી 2 સ્વીમિંગ પુલ તૈયાર કરાશે 
- કાંકરિયા લેક ફ્રન્ટ તથા રીવરફ્રન્ટ ખાતે સ્માર્ટ લાઈટિંગ સીસ્ટમ માટે 2 કરોડની જોગવાઈ.
- સાબરમતી રીવર ફ્રન્ટમાં પ્રવેશતા રસ્તા પહોળા કરવાનું આયોજન, આ માટે 5 કરોડની જોગવાઈ.
- EWS તથા LIG આવાસ યોજનાની ખુલ્લી જગ્યામાં પેવર બ્લોક માટે 3 કરોડ રૂપિયાની જોગવાઈ.
- સ્વચ્છ ભારત અભિયાન વોલ ટુ વોલ રોડ કારપેટ કરવા માટે 5 કરોડની ફાળવણી.
- સરદાર પટેલ ભવન ખાતે વાહનોના પાર્કીંગની સુવિધા વધારવા માટે અન્ડરગ્રાઉન્ડ પાર્કીંગ સુવિધા અને ઓટોમેટેડ કાર પાર્કીંગ સુવિધા તૈયાર કરવા માટે 1 કરોડની જોગવાઈ.
- નોન ટીપી રસ્તાઓના વિકાસ માટે 2.5 કરોડની ફાળવણી.
- કાંકરિયા ખાતે હાલ જ્યાં ફીશ એક્વેરિયમ છે ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાના અદ્યતન ફીશ એક્વેરિયમનું પીપીપી મોડલથી આયોજન કરવામાં આવશે