મંગળવાર, 1 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (12:08 IST)

કેન્દ્રીય બજેટમાં ખેડૂત-ખેતી ક્ષેત્રોની દરકાર કરાઈ છે: મુખ્યમંત્રી રુપાણી

કેન્દ્રીય બજેટ અંગે ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રી વિજય રૃપાણીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, આ બજેટમાં ખેડૂત-ખેતી અને ગ્રામીણ ક્ષેત્રોની ચીંતા અને દરકાર કરવામાં આવી છે. આ બજેટ દેશના અર્થતંત્રને મજબુત કરશે. તેમજ ખાસ કરીને યુવા વર્ગો અને મહિલાઓ માટે ઉત્તમ તકોનું સર્જન કરશે. લઘુ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપશે. ન્યુઇન્ડિયાના નિર્માણ માટે આ બજેટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આ વર્ષના બજેટમાં ઇઝ ઓફ ડુઇંગ સાથે ઇઝ ઓફ લિવિંગનો નવો કન્સેપ્ટ સૌના જીવન ધોરણમાં સુધારો લાવશે જ. આયુષ્યમાન ભારતનાં ફ્લેગશીપ કાર્યક્રમ અંતર્ગત પ્રથમવાર જ ૫૦ કરોડ ગરીબ લાભાર્થીઓને પાંચ લાખનુંઆરોગ્ય સુરક્ષા કવચ પૂરું પડાશે. આ બજેટમાં ચાર કરોડ ગરીબોને વિનામૂલ્યે વીજ સુવિધા અને ૮ કરોડ ગ્રામીણ માતા-બહેનોને રસોડાનાં ધુમાડાથી મુક્તિ મળશે. ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવોમાં વધારો, ગ્રીન હાઉસ, ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રે ઝોક તેમજ કલસર આધારીત ખેતી અને દરેક ખેતરને સિંચાઈ સુવિધા આપવા ૨૬૦૦ કરોડના પ્રાવધાન સાથેના ઓપરેશન ગ્રીનથી ખેડૂતોને ફાયદો થશે.