સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ આજથી આંતરરાજ્ય માલની હેરફેર માટે ઈ-વે બિલ ફરજીયાત કરાયું છે.

Last Modified ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (13:33 IST)
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવા માટે ય્જી્નાં નિયમોમાં કરાયેલી જોગવાઈઓ મુજબ કરમુક્ત ચીજવસ્તુઓ સિવાયની તમામ સામગ્રી કે જે રૃ. ૫૦ હજારથી વધુ કિંમતની હોય તેના માટે મેળવવાનું રહેશે. પરંતુ શહેર કે ગામની અંદરના વિસ્તારોમાં થતી કોઈપણ માલની પેરફેર માટે ઈ-વે બિલની જરૃરીયાત રહેશે નહીં. ઈ-વે બિલ જનરેટ થવાની પારદર્શિતા અને ટેક્સની ચોરી થતી અટકશે. નાણા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું કે, આ વ્યવસ્થાના ચેકીંગ માટે વિવિધ સ્થળોએ સ્કવોડ દ્વારા ચકાસણી કરાશે. જે નાના વેપારીઓ પાસે ય્જી્ નંબર ન હોય અને માલનું હેરફેર કે વેચાણ કરવા ઈચ્છતાં હોય ત્યારે માલ ખરીદનારા વેપારીએ ઈ-વે બિલ જાહેર કરવાનું રહેશે. તેઓએ વધુમાં કહ્યું કે, વેટમાં સમાવેશ થતી પેટ્રોલીયમ પેદાશો જેવી કે પેટ્રોલીયમ ક્રૂડ, હાઈસ્પીડ ડીઝલ, મોટર સ્પીરીટ (પેટ્રોલ), નેચરલ ગેસ, એવીએશન ટર્બાઈન ફ્યુઅલ, (માનવ સેવન માટે) આ તમામ કોમોડીટી માટે ફછ્ કાયદા હેઠળ ફોર્મ ૪૦૨/૪૦૩ અને ૪૦૫ જનરેટ કરવાના રહેશે. રાજ્યમાં આંતરીક માલની હેરફેર કે વેચાણ માટે ૧૯ જેટલી ચીજવસ્તુઓ માટે ઈ-વે બીલ જરૃરી છે. ઉપરાંત તમામ નોંધાયેલા વેપારી અને ટ્રાન્સપોર્ટરો તથા અન્ય લોકો કે જેમણે ઈ-વે બિલ લેવું જરૃરી છે તેમણે એક વાર રજીસ્ટ્રેશન કરીને જરૃર પડે ત્યારે ઈ-વે બિલ જનરેટ કરી શકે છે. આ સિવાય પણ ઈ-વે બીલ જનરેટ કરવાની સુવિધાઓ વેબસાઈટ પર અપાઈ છે.આ પણ વાંચો :