ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (11:28 IST)

રંગીલા રાજકોટમાં બનશે રિવરફ્રન્ટ, બેડી પાસે 11 કિમી ડેવલપ કરાશે

રાજકોટ મહાનગરને રીવર ફ્રન્ટની ભેટ મળવાની દિશામાંમુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય. આજી-1 ડેમથી આજી ડેમ-2નો બેડી ગામ પાસેથી પસાર થતો 150 ફૂટ રીંગ રોડ સુધીનો 11 કિમીનો વિસ્તાર મહાપાલિકાને રીવર ફ્રન્ટ બનાવવા સોંપવામાં આવશે. આ નિર્ણય મુખ્યમંત્રીએ રાજકોટને રિવરફ્ર્ન્ટ મળવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મહાનગરને રિવરફ્રન્ટની ભેટ મળવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકાને આજી-1 ડેમથી આજી ડેમ-2ના ઉપરવાસમાં બેડી ગામ પાસેથી પસાર થતા 150 ફૂટ રીંગ રોડ સુધીના 11 કિમી જેટલા વિસ્તાર વિક્સીત કરી આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે સોંપવાનો નિર્ણય કર્યો છે. ​ઉલ્લેખનીય છે કે આજી રીવર ફ્રન્ટ રીડેવલપમેન્ટની આ કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. તો રંગીલા રાજકોટીયન્સને પ્રવાસન માટે વધુ એક સ્થળ પ્રાપ્ત થશે.