ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑક્ટોબર 2020 (10:29 IST)

Bigg Boss ફેમ સના ખાને ઈસ્લામને કારણે છોડી ફિલ્મ ઈડસ્ટ્રી, તસ્વીરોમાં જુઓ ધર્મની કેટલી નિકટ પહોંચી અભિનેત્રી

બિગ બોસ ફેમ સના ખાને બોલીવુડ છોડવાની જાહેરાત કરી છે. ગુરુવારે, તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક મોટી પોસ્ટ લખી અને તેના દ્વારા બોલીવુડ છોડવાની માહિતી આપી.
 
સના ખાને તેના ધર્મને આધાર ગણાવીને બોલિવૂડ છોડવાનો નિર્ણય કર્યો છે. સના પહેલા અભિનેત્રી ઝાયરા વસીમે ઇસ્લામના કારણે ફિલ્મ ઉદ્યોગ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જેના કારણે ભારે હંગામો થયો હતો.
સના ખાને ઇન્સ્ટાગ્રામ પર આ ઇન્ડસ્ટ્રી છોડવાનું કારણ આપ્યું હતું. તેમણે લખ્યું, "ભાઈઓ અને બહેનો ... આજે હું તમારી સાથે મારા જીવનના એક વળાંક પર વાત કરું છું. હું વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જીવન જીવી રહ્યો છું."
 
સના ખાને આગળ લખ્યું, "આ સમયગાળામાં મને મારા પ્રિયજનો તરફથી ખ્યાતિ, આદર અને સંપત્તિનો આશીર્વાદ મળ્યો છે, જેના માટે હું તેમની આભારી છું. પણ થોડા દિવસોથી મને એવી લાગી રહ્યુ છે કે શુ માણસનો દુનિયામાં આવવાનો ઉદ્દેશ્ય માત્ર પૈસા અને લોકપ્રિયતા મેળવવાનો જ છે?
 
સનાએ આગળ લખ્યુ "શુ માણસને કયારેય એવુ નથી લાગતુ કે તે પોતાનુ જીવન એ લોકોની સેવામાં વીતાવે જે ગરીબ અને અસહાય છે ?