બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 29 જાન્યુઆરી 2020 (12:41 IST)

Bigg Boss 13: આરતી સિંહની ભાભી કાશ્મીરા શાહે લીધી બિગ બોસના ઘરમાં એંટ્રી, પછી લગાવી સૌની ક્લાસ

આરતી સિંહની ભાભી કાશ્મીરા શાહ તાજેતરમાં જ બિગ બોસમાં પહોંચી. ઉલ્લેખનીય છે કે કંટેસ્ટેટ્સના કનેક્શનના રૂપમા તેના ઘરના લોકો ઘરમાં આવ્યા. આરતી સિંહના કનેક્શન માટે તેમની ભાભી કાશ્મીરા આવી. કાશ્મીરાના ઘરમાં આવતા જ આરતી તેમને ગળે ભેટી પડી. ત્યારબાદ બંને રડવા લાગ્યા. ઘરમાં આવ્યા પછી કાશ્મીરાએ વિશાલ પર કમેંટ્સ કરતા કહ્યુ કે તે ઘરમાં બિલકુલ નથી દેખાય રહ્યુ છે અને તેમના કરતા વધુ ઘરનુ ફ્રિજ શો માં દેખાય રહ્યુ છે. 
 
કાશ્મીરા પછી રશ્મિ પર પણ કમેંટ કરે છે અને પછી એવુ પણ કહે છે કે સિડનાઝ ખતમ છે હવે તે ફૈકનાઝ વધુ છે.  હવે કાશ્મીરના કમેટ્સ પછી ઘરમાં શુ થશે એ તો અપકમિંગ એપિસોડમાં જ જાણ થશે. 
ઉલ્લેખનીય છે કે આ પહેલા ટાઈમ્સ ઓફ ઈંડિયાને આપેલ ઈંટરવ્યુ દરમિયાન કાશ્મીરાએ  આરતીને લઈને વાત કરી હતી. આરતીએ કહ્યુ હતુ અમે આરતીને ખુદના બળ પર જીવતા શિખવાડ્યુ છે. તેના પોતાના કેટલાક મિત્ર છે. જ્યારે તે અમારી  સાથે રહેતી હતી ત્યારે હું તેની ગાર્જિયન હતી અને હુ તેની સાથે સ્ટ્રિક્ટ રહેતી હતી. જ્યારે પણ તેને જરૂર પડે છે અમે હંમેશા તેની સાથે રહીએ છીએ. આરતી ખૂબ સ્ટ્રોગ રહી છે. મને તેના ડિપ્રેશન વિશે ખબર હતી પણ તેણે ખુદને સાચવી લીધી.  જ્યારે આરતીને પૈનિક અટેક આવતા હતા ત્યારે અમે તેને અમારી ઘરે લઈ આવ્યા હતા.