શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (14:24 IST)

#FixedWinnerSid : સિદ્ધાર્થ શુક્લાને Fixed વિનર કહેવા બદલ આસિમ રિયાજે તોડ્યુ મૌન, પોતે બતાવી હકીકત

બિગ બોસનુ ફિનાલે રવિવારે થઈ ગયુ છે અને આ સીઝનના વિનર છે સિદ્ધાર્થ શુક્લા. સિદ્ધાર્થની જીત પચેહે શો પર ફિક્સ્ડ અને પક્ષપાત કરવાના આરોપ લાગી રહ્યા છે. આસિમ રિયાઝના ફેન્સે તો શો ને બોયકૉટ કરવાની માંગ કરી છે. તો અસીમને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ, "આવુ કશુ પણ નથી. આ શો ફિક્સ્ડ નથી. ઑડિયંસના પ્રેમને કારણે હુ અહી સુધી પહોંચ્યો છુ અને સિદ્ધાર્થ આ શો જીત્યા છે. જે પણ સામે છે એ બધુ રિયલ છે.  
 
શો ના કંટ્રોલ રૂમન વીડિયો Leaked...
ધ ખબરીના ટ્વિટર એકાઉંટ પરથી એક વીડિયો સામે આવ્ય છે જે બિગ બોસના કંટ્રોલ રૂમનો છે. વીડિયોમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે સિદ્ધાર્થ અને અસીમને બરાબર વોટ મળ્યા છે. 
 
સિદ્ધાર્થ શુક્લાના જીતતા જ સોશિયલ મીડિયા પર ચેનલ વિરુદ્ધ પક્ષપાતના આરોપોનો વરસાદ વરસવા માંડ્યો. ટ્વિટર પર #FixedWinnerSid અને  #BiasedBiggBoss જેવા ટ્રેંડ ચાલવા માંડ્યા. બિગ બોસ કંટ્રોલ રૂમનો એક વીડિયો વાયરલ થય અપછી આ દાવો પણ કરવામા6 આવવા લાગ્યો કે સિદ્ધાર્થ અને અસીમને બરાબરીના વોટ મળ્યા. શો અને સિદ્ધાર્થ પર પક્ષપાતના સતત લાગી રહેલ આરોપો પર હવે આસિમને પોતે સામે આવવુ પડ્યુ. 
 
સિદ્ધાર્થે આરોપોને નકાર્યા 
 
સુદ્ધાર્થને સવાલ કરવામાં આવ્યો કે કેટલાક દર્શક મેકર્સ પર પક્ષપાતનો આરોપ લગાવી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે સિદ્ધાર્થ આ શો ના ફિક્સ્ડ વિજેતા છે. સિદ્ધાર્થે કહ્યુ - આવી વાતો પર તમે શુ કહી શકો છો. મે લાંબી યાત્રા પછી આ ખિતાબ જીત્યો છે. જે લોકો આ સવાલ કરે છે તેમના વિચાર પર દુખ થાય છે. જો તમે આ સીઝનને શરૂઆતથી જોશો તો તમને જાણ થશે કે મારે માટે આ યાત્રા સરળ નહોતી. 
સિદ્ધાર્થે કહ્યુ - તેનાથી કોઈ ફરક નથી પડતો. તમે દરેક સવાલનો જવાબ નથી આપી શકતા. શો માં ઘરના લોકોના મુદ્દાને ઉકેલવા માટે સલમાનના હસ્તક્ષેપ પર સિદ્ધાર્થએ બતાવ્યુ કે સલમાન ખૂબ સારી રીતે મામલાને ઉકેલે છે. તેમણે કહ્યુ આમ પણ કોઈની સાથે પક્ષપાત કરીને તેમને શુ મળશે.  ?  મે શો ઘણુ બધુ કર્યુ છે. અને હુ તેની સફાઈ પણ આપતો હતો કે મેં આ કેમ કર્યુ. તેઓ સમજતા હતા અને પછી મને સમજાવતા. અમે ઘણી વાતો અને મુદ્દાને સંવાદો દ્વારા આદાન-પ્રદાન કર્યુ.  કેટલાક તેઓ સમજ્યા અને કેટલીક મે સમજ્યો.  જો કોઈ વાતને તેઓ ન સમજી શક્યા કે મે ન સમજ્યો તો પણ હુ ખૂબ ખુશ છુ.  તેમણે જેટલો સમય આપ્યો મારી માટે એ જ મોટી વાત છે.