મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 27 જૂન 2020 (17:31 IST)

સ્વરા ભાસ્કરની વેબ સિરીઝ 'રાસભારી'એ જોઈને ભડક્યા સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી, અભિનેત્રીએ કરી ચોખવટ

સ્વરા ભાસ્કરની વેબ સિરિઝ રસભરી 25 જૂનથી એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઈ  છે. આ શ્રેણીમાં, સ્વરા ભાસ્કર એક હોટ અંગ્રેજી શિક્ષકની ભૂમિકા નિભાવી રહી છે. આ સિરીઝ રિલીઝ થતાની સાથે જ સ્વરા ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહી છે. આ શ્રેણીના વાંધાજનક દ્રશ્ય જોઈને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ પ્રસૂન જોશીએ પણ ખૂબ વખોડી છે.
 
શુક્રવારે પ્રસૂન જોશીએ ટ્વિટ કરીને વેબસીરીઝના એક સીન પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે  લખ્યું, 'સેડ. વેબ સિરીઝ રાસભારીમાં કોઈ નાની છોકરીને કોઈ વસ્તુ જેવી પુરુષોની સામે સંવેદનહીન નૃત્ય કરતા જોવું નિંદાકારક છે. આજે સર્જકો અને દર્શકોર વિચારવુ જોઈએ વાત મનોરંજનની નથી અહી બાળકીઓ પ્રત્યેના દ્રષ્ટિકોણનો પ્રશ્ન છે.  તે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે કે શોષણની મનમાની. 
 
સ્વરા ભાસ્કરે પ્રસૂન જોશીના જવાબમાં લખ્યું છે, ' આદર સાથે સર, કદાચ તમે આ દ્રશ્યને લઈને ગેરસમજ કરી રહ્યા છો. આ દ્રશ્ય તે જે વર્ણવે છે તેનાથી બરાબર વિરુદ્ધ છે. છોકરી પોતાની મરજીથી ડાંસ કરી રહી છે.  પિતા લજ્જિત થઈ  જાય છે તેમને શરમ પણ આવે છે  ડાન્સ ઉત્તેજક નથી, છોકરી ફક્ત ડાન્સ કરી રહી છે, તે જાણતી નથી કે સમાજ તેને પણ સેક્સુલાઈઝ કરશે દ્રશ્ય એ જ બતાવે છે '.
 
કેટલાક લોકોએ પણ શ્રેણીની ટીકા કરી છે અને તેનો બહિષ્કાર કરવાની પણ માંગ કરી છે.  સ્વરા તેના ટ્વિટર એકાઉન્ટ પરથી સતત આવી પ્રતિક્રિયાનો જવાબ આપી રહી છે. રાસભારી સીરિટને 10 માંથી ફક્ત 2.9 રેટિંગ આપવામાં આવ્યું છે, જેના કારણે આ શ્રેણી પર ઘણા મેમ્સ બનાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તો રાસભરીને સી ગ્રેડની ફિલ્મ પણ કહે છે.