શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 6 નવેમ્બર 2019 (11:50 IST)

સ્વરા ભાસ્કરે પોતાને આંટી કહેનારા 4 વર્ષના બાળકને આપી ગાળ, લોકોએ કરી ટ્રોલ

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર મોટેભાગે ચર્ચામાં બની રહે છે. ક્યારેક પોતાના પાત્રને લઈને તો ક્યારેક પોતાની રાજનીતિક વિચારધારાને કારણે લોકોના નિશાન પર રહે છે.  હવે સ્વરા ભાસ્કર ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે સ્વરા ભાસ્કરે 4 વર્ષના બાળક માટે અપશબ્દ કહેવા બદલ ટ્રોલ થઈ છે. 
 
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્વરા ભાસ્કરે એક 4 વર્ષના બાળકને ગાળ આપતા અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત બાલક માટે કમીના શબ્દનો ઉપયોગ પણ કરી રહી છે.   વીડિયોમાં સ્વરા કહેતી દેખાય રહી છે કે એક જાહેરાતની શૂટિંગ પછી મારો અનુભવ સારો નહોતો. એ સમયે મારુ કેરિયર શરૂ પણ નહોતુ થયુ અને એક ચાઈલ્ડ એક્ટરે મને આંટી કહી દીધુ. 
 
ત્યાર બાદ સ્વરાએ બાળક માટે ગાળોનો ઉપયોગ કર્યો હતો. જોકે, આ દરમ્યાન ત્યાં હાજર લોકો સ્વરાની વાતો ઉપર હસતા દેખાયા હતા. બાળકને લઈને ઉપયોગમાં કરાયેલાં અભદ્ર શબ્દોને કારણે સોશિયલ મીડિયા પર સ્વરાએ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.
 
આ મામલે સ્વરા પર ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે. એક એનજીઓ લીગલ રાઈટ્સ પ્રોટેક્શન ફોરમે કથિત રીતે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સમાં ફરિયાદ દાખલ કરાવી છે અને સ્વરાની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

True story!