શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 21 એપ્રિલ 2020 (19:06 IST)

શાહરૂખ ખાન પાસે આવ્યુ પુત્ર અબરામના લગ્નનું માંગુ, જાણો કિંગ ખાને શું કહ્યું

શાહરૂખ ખાને તાજેતરમાં જ AskSRK દ્વારા ટ્વિટર પર ફેન્સ સાથે વાત કરી હતી. આ દરમિયાન ચાહકોએ તેમને ઘણા રમૂજી સવાલો પૂછ્યા. શાહરૂખે પણ દરેકના સવાલોના જવાબ આપ્યા હતા. સેશનની મધ્યમાં એક ચાહક શાહરૂખના નાના પુત્ર અબરામ ખાન માટે લગ્નનું માંગુ લાવ્યો.  ઉલ્લેખનીય છે કે ફેન્સે પોતાની ભત્રીજીનો ફોટો શેયર કરતા લખ્યુ 'મારી ભત્રીજી વેદિકા, અબરામને ખૂબ પ્રેમ કરે છે. શુ એ તમારા પુત્ર સાથે લગ્ન કરી શકે છે. ગયા મહિને જ એ એક વર્ષની થઈ છે.' 
 
ફૈનની આ વાત પર શાહરૂખે જવાબ આપતા કહ્યુ કે, ઈશ્વર તેને સલામત રાખે. તે ખૂબ જ સુંદર છે. 
 
ફૈને માંગી સ્મોકિંગ છોડવાની સલાહ.. 
 
એક ફૈને પુછ્યુ, સ્મોકિંગ છોડવા માટે કંઈક ટિપ્સ આપો. ખૂબ ટ્રાઈ કરી રહ્યો છુ. ફૈનના આ સવાલ પર શાહરૂખે કહ્યુ, મારા દોસ્ત તમે ખોટી જગ્યાએ જવાબ શોધી રહ્યા છો. પણ તમારા પ્રયાસ માટે શુભકામનાઓ.. 
 
સલમાન ખાનના ગીત પર આપ્યુ આ રિકેશન 
 
ફૈને શાહરૂખને પુછ્યુ કે સલમાન તાજેતરમાં જ કોરોનાને લઈને સોંગ રજુ કર્યુ છે. તેમા તેમનો દેશ પ્રેમ પણ દેખાય રહ્યો છે. તમે આ વીડિયો જોયો... ? 
 
શાહરૂખે તેનો જવાબ આપતા લખ્યુ હતુ, ભાઈ કમાલનો સિંગલ અને સિંગર છે.