ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 4 જાન્યુઆરી 2023 (15:14 IST)

Aryan Khan: શાહરૂખના પુત્ર આર્યન ખાનનુ નોરા ફતેહી સાથે ચાલી રહ્યુ છે અફેયર ? પાર્ટીમાં બંનેને આમ સાથે જોઈને થયો હંગામો

સ્ટાર હોવુ સહેલુ નથી. દરેક નાની વાત અને એક્ટિવિટી પર દુનિયાની નજર રહે છે. તેમની દોસ્તી હોય કે દુશ્મની તરત જ આગની જેમ ફેલાય જાય છે. કલાકારોની પર્સનલ લાઈફ પણ પર્સનલ નથી રહી જતી. અનેકવાર તો બોલીવુડ કલાકારોનો ગુસ્સો ફુટી જાય છે કે દરેક વખતે તેમની પર્સનલ જીંદગીમાં કેમ દખલગીરી કરવામાં આવે છે.  ખૈર હાલ તો સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાન અને તેમના પુત્ર આર્યન ખાન અને નોરા ફતેહી ચર્ચામાં છે. જી હા આર્યન અને નોરાને સાથે જોઈને દરેક પ્રકારની વાતો શરૂ થઈ ગઈ છે. ગોસિપ્સ તો એ પણ શરૂ થઈ ગયો કે આર્યન અને નોરાની વચ્ચે કશુ બફાય રહ્યુ છે. બંનેની આ નવી નવી દોસ્તીને ફેંસ શુ નામ આપી રહ્યા છે આવો જણાવી રહ્યા છે અને બતાવી પણ રહ્યા છે. 

 
સોશિયલ મીડિયા પર આર્યન ખાન (Aryan Khan) અને નોરા ફતેહી  (Nora Fatehi) ની તસ્વીરો સામે આવી છે. બંને તસ્વીરોમાં એક જ સ્થાન સ્પોટ થયુ. જો કે સાથે આર્યન અને નોરાની કોઈ તસ્વીર જોવા મળી નથી. પણ ફોટોના બધા નજારા એકજેવા છે. તેમની સાથે જોવા મળતા મિત્રો પણ અને સ્થાન પણ .  ફેંસ બંનેને આમ એક જ સ્થાન પર જોઈને અનેક વાતો કરી રહ્યા છે.  કેટલાકે આને મૈત્રી તો કેટલાકે રિયુમર્ડ કપલ કહી દીધુ. 
 
શુ આર્યન ખાન અને નોરા ફતેહીનુ ચાલી રહ્યુ છે અફેયર ?
 આર્યન ખાન અને નોરા ફતેહીની આ તસવીરો પહેલીવાર Reddit પર જોવા મળી હતી. આ પછી જ આ વિવાદ ઉભો થયો હતો. ત્યારબાદ આ તસવીરો ઈન્સ્ટાગ્રામથી ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ ફેલાઈ ગઈ. કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. તો કેટલાકે તેમની ગુપ્ત મુલાકાતનું કારણ પ્રેમને બનાવ્યું હતું. એટલું જ નહીં, અનન્યા પાંડેનું શું થશે તે પણ લખ્યું.
 
દુબઈમાં આર્યન ખાનની ન્યૂ ઈયર પાર્ટી 
 
સોશિયલ મીડિયાના મુજબ આ તસ્વીરો દુબઈની છે. જ્યા આર્યન ખાને ન્યૂ ઈયરની પાર્ટી આપી હતી. આ પાર્ટીજમાં તેમના હાર્ડી સિંધૂ ઉપરાંત તેમના અનેક મિત્રો અને નિકટના જોવા મળ્યા. એવુ બતાવાય રહ્યુ છે કે અહી નોરા પણ સ્પોટ થઈ. જો કે આ વાતોની અત્યાર સુધી કોઈ અન્ય તરફથી પણ પુષ્ટિ થઈ નથી.