રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (16:31 IST)

Shaitaan Trailer: અજય દેવગન ના ઘરમાં ઘુસ્યો શૈતાન, પોતાની પુત્રીને બચાવવા એક બાપ કરી દેશે હદ પાર

Shaitaan Trailer: અજય દેવગન (Ajay Devgn) ની આવનારી ફિલ્મ શૈતાન ને લઈને જોરદાર બજ બનેલો છે. જ્યારથી પહેલી ઝલક સાથે ફિલ્મનુ એલાન કરવામાં આવ્યુ છે. ત્યારથી દર્શકોમાં ઉત્સુકતા વધતી જઈ રહી છે. બીજી બાજુ એક-એક કરીને સ્ટાર કાસ્ટના લુક્સ પણ સામે આવી રહ્યા છે. જેનાથી ફેંસની આ બેસબ્રી બમણી થવા માંડી છે. હવે ફિલ્મનુ ટ્રેલર પણ સામે આવી ગયુ છે. 

 
ટ્રેલર થયુ રજુ 
શૈતાનનુ ટ્રેલરની શરૂઆત આર. માઘવન દ્વારા થાય છે, જે અજય દેવગનના ઘરમાં ફોન ચાર્જિંગ ને બહાને ઘુસી જાય છે. આર માઘવનના આવ્યા બાદથી અજયના ઘરમાં વિચિત્ર હરકતો થવા માંડે છે. બીજી બાજુ અજય તેને પોતાના ઘરમાંથી કાઢવાની કોશિશ કરે છે તો તેની પુત્રી વચ્ચે આવી જાય છે. ત્યારે અજય અને તેની પત્ની જ્યોતિકાને ખબર પડે છેકે માઘવન શૈતાન છે અને તેની પુત્રી શૈતાનના કબજામાં છે.  પછી શરૂ થાય છે અસલી ખેલ. 
 
શૈતાનનુ ટ્રેલર જોઈ કાંપી જશે આત્મા 
 
શૈતાન ગુજરાતી ફિલ્મ વશની હિન્દી છે. જ ઓ કે તેને લઈને સત્તાવાર રૂપે કોઈ માહિતી સામે આવી નથી. આ એક સુપર નેચરલ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં અજય દેવગન, સાઉથ અભિનેતા જ્યોતિકા અને આર. માઘવનના લીડ રોલમાં છે. ફિલ્મ તો દર્શકોને ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 
 
આ દિવસે રજુ થવા જઈ રહી છે ફિલ્મ 
વિકાસ બહલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ શૈતાન ને જિયો સ્ટુડિયોઝ, દેવગન ફિલ્મ્સ અને પૈનોરમા સ્ટુડિયોઝના દ્વારા રજુ કરવામાં આવી રહી છે. ફિલ્મનુ નિર્માણ અજય દેવગન, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠકે મળીને કર્યુ છે.  ફિલ્મ 8 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરમાં રજુ થવા માટે બિલકુલ તૈયાર છે.