કેંસરની જંગ જીતીને કામ પર પરત આવી સોનાલી બેંદ્રે

Last Modified સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (11:57 IST)
બૉલીવુડઅભિનેત્રી સોનાલી બેન્દ્રે કેંસરની જંગ જીતીને ફરીથી કામ પર પરત આવી રહી છે. સોનાલી બેન્દ્રે કેંસરની સારવાર માટે ઘણા મહીના સુધી અમેરિકામાં રહી. સોનાલી તેમની સકારાત્મક ઉર્જા અને જોશની મદદથી કેંસર જેવી જીવલેણ રોગને શિક્સ્ત આપી. હવે તે પૂરી રીતે ઠીક થઈ પરત ભારત આવી ગઈ. શકય છે કે ફેંસ જલ્દી જ તેને પર્દા પર જોઈ શકશે.
સોનાલીએ સોશિયલ મીદિયા પર તેમની એક ફોટા શેયર કરતા લખ્યું લાંબા આરામ પછી સેટ પર પરત આવી રહી છું. ઘણી રીતે અને ઘણા સ્તર પર અજમાવી એક અજીબ લાગણી થઈ રહી છે. હું કામ પર પરત આવતા ખૂબ ગૌરવાંતિવ અનુભવી રહી છું. મને નહી લાગે છે કે શબ્દ આ વાતને રજૂ કરી શકશે કામ પર પરતા આવતા વધારે સારું લાગી રહ્યું છે.આ પણ વાંચો :