શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , સોમવાર, 30 એપ્રિલ 2018 (12:35 IST)

સોનમ કપૂરના લગ્ન અંગે જાણો અનિલ કપૂર શુ બોલ્યા

બોલીવુડમાં આજકાલ સોનમ કપૂરના લગ્નની ખૂબ ચર્ચા છે. મુંબઈમાં થવા જઈ રહેલ સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્નમાં માત્ર આઠ દિવસ બાકી રહ્યા છે. પણ ન તો સોનમે કે ન તો તેના પરિવારના કોઈપણ સભ્યએ આ અંગે કોઈ વાત કરી છે. 
આવામાં 19મા આઈફા સમારંભ સાથે જોડાયેલ એક પ્રેસ કૉન્ફેંસમાં આ વિશે અનિલ કપૂર સાથે અમે સવાલ પૂછવાની તક મળી. પુત્રી સોનમના લગ્નના સવાલ પર અનિલે કહ્યુ 60 વર્ષથી મારો પરિવાર આ ઈંડસ્ટ્રીમાં છે અને મીડિયાએ હંમેશાથી મારા કેરિયર અને મારા પરિવારનો સાથ આપ્યો છે.  યોગ્ય સમય પર બધી વસ્તુઓ તમને ખબર પડી જશે.  યોગ્ય સમયે અમે બધી માહિતી તમારી સાથે શેયર કરીશુ. 
અનિલ કપૂરે આગળ કહ્યુ, "ટૂંક સમયમાં તમને ખબર પડશે કે મારા ઘર બહાર રોશની કેમ છે અને કેમ શહેનાઈ વાગવાની છે. ખૂબ જલ્દી તમે બધાને બધુ ખબર પડી જશે. અમે તમારાથી કશુ છુપુ નહી રાખીએ. બધી વસ્તુઓ શેયર કરીશુ.