રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 19 માર્ચ 2024 (13:17 IST)

મશહૂર અભિનેત્રીનો ભીષણ અકસ્માત, વેંટિલેટર પર લડી રહી છે જીવનની જંગ

Tamil Actress Arundhathi Nair Road Accident
Tamil Actress Arundhathi Nair Road Accident
તમિલ અને મલયાલમ ફિલ્મોની ફેમસ અભિનેત્રી અરુંઘતિ નાયર ગઈ 14 માર્ચના રોજ કેરલના કોવલમમાં થયેલ રોડ અકસ્માતમાં ગંભીર રૂપથી ઘાયલ થઈ ગઈ છે.  અભિનેત્રી હાલ તિરુવનંતપુરમના એક હોસ્પિટલમાં દાખલ છે. અહી તેણે વેંટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી છે. 
 
 અરુંઘતિની બહેન આરતી નાયરે આ સમાચારની ચોખવટ કરી છે. આરતીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ શેયર કરીને જણાવ્યુ કે અરુંઘતિના માથા પર ખૂબ વાગ્યુ છે અને તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. અભિનેત્રીએ ફેંસને તેને માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. 

 
આરતીએ લખ્યુ - તે વેંટિલેટર પર સંઘર્ષ કરી રહી છે. 
આરતીએ લખ્યુ અમે તમિલનાડુના છપા અને ટેલીવિઝન ચેનલો પર છપાયેલ સમાચાર પર સ્પષ્ટેરેકરણ આપવાની જરૂર અનુભવી.  આ સાચુ છે કે મારી બહેન અરુઘંતિ નાયરનો ત્રણ દિવસ પહેલા અકસ્માત થયો હતો. તે ગંભીર રૂપે ઘાયલ છે અને વેંટિલેટર પર રહેતા પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહી છે. 
 
મિત્રોને સોશિયલ મીડિયા દ્વારા માંગી ફાઈનેંશિયલ હેલ્પ 
આરતી ઉપરાંત અરુંઘતિની મિત્ર અને અભિનેત્રી ગોપિકા અનિલે પણ સોશિયલ મીડિયા દ્વારા ફાઈનેશિયલ હેલ્પ માંગી છે.  આ ઉપરાંત આરજે રમ્યા જોસેફે પણ એક વીડિયો શેયર કરીને લોકોને મદદ કરવાની અપીલ કરી છે.  આ દરમિયાન પોલીસે આ અકસ્માતની તપાસ કરવી શરૂ કરી છે. 


ફોટો સાભાર - ઈંસ્ટાગ્રામ