સની લિયોની એ ફેમિલી સાથે આ રીતે સેલીબ્રેટ કરી હોળી.. જુઓ ફોટા

sunny leone
નવી દિલ્હી.| Last Modified બુધવાર, 11 માર્ચ 2020 (11:59 IST)
હોળીના અવસરને લઈને બોલીવુડ કલાકારો વચ્ચે ઘણો ક્રેઝ જોવા મળે છે. બોલીવુડ અભિનેત્રી સની લિયોનીએ પણ પોતાના પતિ ડેનિયલ વીબર અને બાળકો સાથે ખૂબ મસ્તીથી હોળી રમી. હોળી સેલિબ્રેશન સાથે જોડાયેલા કેટલાક ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યા છે. જેમા અભિનેત્રીના પતિ તેમના પર ગુલાલ નાખતા જોવા મળી રહ્યા છે અને અભિનેત્રી મસ્તીમાં ડાંસ કરતી જોવા મળી રહી છે. તેના આ વીડિયો અને ફોટામાં સની લિયોનનો અંદાજ ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે. તેમના આ ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ તહી રહ્યા છે. સાથે જ લોકો તેના પર ખૂબ કમેંટ પણ કરી રહ્યા છે.
sunny leone
હોળી સેલિબ્રેશન સાથે જોડાયેલ આ ફોટો અને વીડિયો સની લિયોને પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર શેયર કર્યો છે. જેના પર અત્યાર સુધી 7 લાખથી પણ વધુ લાઈક્સ અને કમેંટ આવી ચુક્યા છે. આ વીડિયોમાં સની લિયોન અને ડેનિયલ વીબર એકબીજાને રંગ લગાવતા દેખાય રહ્યા છે તો બીજી બાજુ આ ફોટોમાં અભિનેત્રી અને તેના પતિ બાળકોને ખોળામાં લીધેલા જોવા મળી રહ્યા છે. આ ફોટો અને વીડિયોને શેયર કરતા અભિનેત્રીએ લખ્યુ તમને સર્વને હોળીની ઢગલો શુભેચ્છા... મારા સુંદર પરિવાર સાથે આ ખૂબ જ વ્હાલભર્યો દિવસ હતો.
sunny leone
ઉલ્લેખનીય છે કે હોળીના અવસર પર સની લિયોનના પરિવાર ઉપરાંત પ્રિયંકા ચોપડા, સારા અલી ખાન, તૈમૂર અલી ખાન, જૈકલીન ફર્નાડિસ અને શિલ્પા શેટ્ટી જેવા અનેક દિગ્ગજ કલાકારોએ પણ ખૂબ ધૂમ મચાવી. બીજી બાજુ વર્ક ફ્રંટની વાત કરીએ તો સની લિયોન ટૂંક સમયમાં જ હૉરર કોમેડી ફિલ્મ કોકોકોલામાં જોવા મળવાની છે. આ ઉપરાંત અભિનેત્રી અપકમિંગ ફિલ્મ રંગીલામાં પણ જોવા મળશે.


આ પણ વાંચો :