સુષ્મિતા સેને કરી લીધી બોયફ્રેંડ રોહમન સાથે સગાઈ, ખૂબસૂરત અંગૂઠી પહેરેલ જોવા મળી

Photo : Instagram
Last Modified શનિવાર, 27 એપ્રિલ 2019 (18:17 IST)
પોતાના બોયફ્રેંડ રોહમન શૉલની સાથે રિલેશનશિપને લઈને ખૂબ સીરિયસ છે. તેનો પુરાવો તેના ઈસ્ટાગ્રામ પોસ્ટ પરથી જોવા મળે છે. બંને વચ્ચે કેટલો પ્રેમ છે તે બંને સાથે લેવામાં આવેલ તસ્વીરોમાં ઝલકે છે. આમ તો સુષ્મિતાની લેટેસ્ટ તસ્વીરને જોઈને તેમના સંબંધોના નવા સ્ટેજ પર જવાના પ્રયાસ લગાવાય રહ્યા છે.

ઉલ્લેખનીય છેકે ઈસ્ટાગ્રામ પર સુષ્મિતાએ પોતાની અને રોહમનની સેલ્ફી શેયર કરી છે. તેમા આ કપલ હંમેશાની જેમ ખૂબ શાનદાર લાગી રહ્યુ છે. જોકે જે વાતને બધાનુ ધ્યાન આકર્ષિત કર્યુ. તે સુષ્મિતાની આંગળી પર જોવા મળી સુંદર અંગુઠી છે. સુષ્મિતાએ પોતાની રિંગ ફિગરમાં નીલમ અને ડાયમંડથી બનેલ ખૂબ જ સુંદર અંગુઠી પહેરી હતી.
ફોટો સાથે લખેલ સુષ્મિતાનો મેસેજ પણ ખૂબ રોમાંટિક છે જે તેમના રોહમન માટે પ્રેમ વ્યક્ત કરે છે. કોઈને શરત વગર પ્રેમ કરવો એટલા માટે મુશ્કેલ છે કારણ કે આપણને શરતો લાદવાની ટેવ છે. દિલને ફોલોકરવુ મુશ્કેલ્ક છે. કારણ કે મગજ હંમેશા તેના પર હાવી રહે છે. મગજ જ્યા શરતો પર ધ્યાન આપે છે તો બીજી બાજુ દિલ વિશ્વાસને જન્મ આપે છે. આવામાં પ્રેમ કોઈ બોનસની જેમ છે.
Photo : Instagram

સુષ્મિતાએ આગળ લખ્યુ તો મિત્રો, પ્રેમ સન્માન વિશ્વાસ સાથે અને દિલનુ સાંભળવા માટે કોઈપણ શરત વગર હુ તમારી છુ રોહમન શૉલ. આઈ લવ યુ ગાઈઝ.

હવે સુષ્મિતાના હાથ પર દેખાય રહેલ સુંદર અંગુઠી અને તેને આ રોમાંટિક પોસ્ટનુ અસલી મતલબ શુ છે એ તો હાલ સીક્રેટ જ બનેલુ છે. જો કે તેમના આ બંને માટે ખુશ છે.


આ પણ વાંચો :