શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

Happy Birthday Shahrukh Khan - દિલ્હીમાં પોતાની પત્નીને ભાભી કહે છે શાહરૂખ, જાણો કેમ

શાહરૂખ ખાન બોલિવૂડનો કિંગ બનતા પહેલા દિલ્હીમાં રહેતો હતો.  તમને જાણીને નવાઈ લાગશે કે શાહરૂખ જ્યારે પણ દિલ્હીમાં ગૌરી ખાન સાથે હોય છે ત્યારે તેને ભાભી કહે છે. ઉલ્લેખનીય છે કે કપિલ શર્મા શોના એક એપિસોડ દરમિયાન શાહરૂખે દિલ્હી વિશે એક કિસ્સો સંભળાવ્યો હતો કે જ્યારે તેને કેટલાક રાઉડી છોકરાઓએ ખૂબ માર્યો હતો. શાહરૂખે કહ્યું, 'હું ગ્રીન પાર્કમાં બેસ્યો હતો. તે સમયે મે એક નવી-નવી ગર્લફ્રેન્ડ બનાવી હતી.   ગર્લફ્રેન્ડ શુ અમે તો આમ જ સાથે ફરતા હતા. એક દિવસ તે મારી સાથે રોજની જેમ જ જઈ રહી હતી  તો ત્યા કેટલાક  ગુંડાત ટાઈપના છોકરાઓ આવ્યા. તેમાંથી એકે મને રોકીને પુછ્યુ કે આ  કોણ છે? મેં કહ્યું મારી ગર્લફ્રેન્ડ. છોકરાએ કહ્યું કે તારી ગર્લફ્રેન્ડ નથી, તે તારી ભાભી છે. હું કહેતો રહ્યો કે મારી ગર્લફ્રેન્ડ છે પણ એ લોકોએ  મારી વાત સાંભળી નહીં. '
 
શાહરૂખે વધુમાં કહ્યું કે, 'એકના હાથમાં કુલ્હડ હતી અને તેણે મારા મોઢા પર મારી હતી. હુ એ વાત પછીથી આજે પણ જ્યારે મારી પત્ની સાથે પણ દિલ્હી જાઉ છુ અને કોઈ પૂછે કે આ હું કોણ છે તો હું કહુ છુ મારી ભાભી છે. 
 
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાને ગૌરી સાથે લગ્ન કરવા માટે ખૂબ ફિલ્ડિંગ ભરી હતી. કિંગ ઓફ બોલિવુડ બુકમાં અનુપમા ચોપરાએ શાહરૂખ અને ગૌરી વિશે કેટલીક રસપ્રદ વાતો બતાવી છે. 
 
બુકમાં લખ્યુ છે કે ગૌરીના પિતાને શાહરૂખના ધર્મથી નહી પરંતુ તેની એક્ટિંગથી પ્રોબ્લેમ હતી. બીજી બાજુ ગૌરીની માતાને સ્ક્રીન પર શાહરૂખને જોવુ ગમતુ હતુ પણ તે શાહરૂખને એક જમાઈના રૂપમાં જોવા નહોતી માંગતી.  તેણે તો જ્યોતિષિઓ પાસેથી સલાહ પણ લીધી હતી કે કેવી રીતે બંનેના સંબંધ તોડવામાં આવે પણ કોઈ ફાયદો નહી થયો. 
 
બીજી બાજુ ગૌરીના ભાઈ વિક્રાંતને પણ તેમની બહેનનો શાહરૂખ સાથેનો સંબંધ પસંદ નહોતો. વિક્રાંતે તો શાહરૂખને બંદૂકથી પણ ડરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શાહરૂખ અને ગૌરીએ 25 ઓક્ટોબર 1991ના રોજ લગ્ન કર્યા હતા.