શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 11 જુલાઈ 2021 (15:12 IST)

Amazon Prime Vedio: 240 દેશોમાં આવશે 'તૂફાન', અમદાવાદથી શરૂ કર્યો વર્ચ્યુઅલ પ્રવાસ

એમેઝોન પ્રાઇમ વીડિયો પર તૂફાનના વર્લ્ડ પ્રિમીયર પહેલા તૂફાને સ્થાનિક મીડિયા સાથે ખાસ મુલાકાત કરી. એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને ROMP પિક્ચર્સના સહયોગથી રજૂ કરાયુ છે. તૂફાનનું નિર્માણ રિતેષ સિધવાણી, ફરહાન અખ્તર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તરની સાથે મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક શાહ અને હુસૈન દલાલ આગવી ભૂમિકામાં છે અને તેનું દિગ્દર્શન રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે
 
પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ આજે અમદાવાદથી વિશિષ્ટ પ્રકારની વર્ચ્યુઅલ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. આવી સૌપ્રથમ પ્રકારની ટીમમાં મીડિયા, ચાહકો અને અમદાવાદથી શરૂ કરતા વિવિધ રાજ્યોના સ્થાનિક હીરો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. અટકળો અને રોમાંચકતાને ઉમેરતા મીડિયાને ફિલ્મમાં એક્સક્લુસિવ ઝાંખી તરીકે ગણવામાં આવ્યા છે.
 
સ્થાનિક અભિનેતા અને સહ-નિર્માતા ફરહાન અખ્તર તૂફાન માટે પ્રથમ વર્ચ્યુઅલ શહેર મુલાકાત વિશે ઉત્સાહિત થતા કહે છે કે “ગુજરાત ભારતના અન્ય રાજ્યોની જેમ મહાન સંસ્કૃતિ અને પ્રેરણારૂપ સ્ટોરીઓની જમીન છે. તે દેશની કેટલીક વિશિષ્ટ રમતગમત પ્રતિભાઓનું ઘર છે અને તેમના યોગદાન બદલ આપણને ગર્વ થાય છે. 
 
એક નિર્માતા તરીકે, અમદાવાદમાં સ્થાનિક મીડિયા સાથે વાર્તાલાપ કરવાની મને જે તક મળી છે તેનાથી હું રોમાંચિત છું અને તૂફાનની શક્તિશળી અને પ્રેરણાત્મક સ્ટોરીમાં જ્ઞાન પીરસુ છું. વર્ષો સુધી આ રાજ્યે મને પ્રેમ અને સમર્થન આપ્યુ હોવાથી પ્રભાવિત થયો છું.” પોતાની ભૂમિકા વિશે વધુ જણાવતા તેમણે ઉમેર્યુ હતુ કે, “તૂફાન સાથે, જે તે વ્યક્તિ ગમે એટલી શારીરિક રીતે મજબૂત કેમ ન હોય, બોક્સના પેંગડામાં પગ નાખવો તે નવા બોલની રમત છે. 8થી 9 દરમિયાન આ ભૂમિકા માટે તૈયાર થવા મે શારીરિક અને માનસિક રીતે જ્યારે મે સખત તાલીમ લીધી હતી અને તેથી હું આ પાત્રને કરી શક્યો  અને સ્ટોરી મારા દિલની નજીક છે.”
 
વર્ચ્યુઅલ શહેર મુલાકાત વિશે પોતાનો ઉત્સાહ શેર કરતા અગ્રણી અભિનેત્રી મૃણાલ ઠાકુરે કહ્યુ હતુ કે, “હું ફરહાનના વિચારોને સમર્થન આપુ છું કે ગુજરાતે રમત જગતમાં મહાન યોગદાન આપ્યુ છે અને ત્યાંના લોકો સાથે વાતચીત કરવાથી મને ભારે ખુશી મળે છે. આ રાજ્યની મારી કેટલીક યાદગાર પળોમાં કેટલાક રસદાર ગુજરાતી આહાર જે મે આજ દિન સુધી ખાધો ન હતો તેનો સમાવેશ થાય છે. 
 
હું જ્યારે પણ  શહેરની મુલાકાત લઉ છું ત્યારે હું થોડો સમય બહાર જવાની ખાતરી કરુ છું અને ગળ્યા અને તીખા સ્થાનિક આહાર ખાઉ છું.” પોતાની ભૂમિકા વિશે ઉમેરતા તેણી કહે છે કે, “સમાજમાં રહેલી પ્રત્યેક વ્યક્તિને તેની પાછળ રહેલી મહિલાનનું સમર્થન હોય છે. મારું પાત્ર અનન્યા અજ્જુભાઇને અઝીઝમાં પ્રસ્થાપિત કરવા માટેની સમગ્ર સફરમાં એક પ્રેરણાનું છે. 
 
આ છોકરીને અન્ય અલગ પાડતી વાતો હોય તો તે આત્મવિશ્વાસ, જુસ્સો અને ઉદારતા. અનન્યાનું પાત્ર ભજવ્યા બાદ એક અભિનેત્રી તરીકે હું માનું છું કે હું વધુ નિર્ણયાત્મક  અને આત્મવિશ્વાસુ બની છું. મને ખાતરી છે કે આ અનેક ભૂમિકાઓમાંની એક ભૂમિકા છે જે બોલિવુડની દરેક અભિનેત્રીને ભજવવી ગમશે. અનન્યાનું મજબૂત અને ઝનૂની પાત્ર ભજવવાની મને તક મળતા હુ ખુશ છુ.”
 
દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ઉમેર્યુ હતુ કે, “અમદાવાદની ફિલ્મની કાસ્ટ વિશેની સ્પષ્ટતા અત્યંત આવકાદાયક છે. હું સંપૂર્ણ રીતે ત્યાં લોકોના નમ્ર અને સૌમ્ય સ્વભાવની પ્રશંસા કરુ છુ. સ્થાનિક મીડિયા સાથે મુલાકાત અદભૂત હતી અને તેમણે આ વર્ષોમાં આપેલા પ્રેમ અને સમર્થનનો હું દિલથી આભાર માનુ છું. તેઓ તૂફાન માટે તેમનો પ્રેમ અને આશિર્વાદ સતત રાખશે તેવી આશા રાખુ છું”. 
 
તેમણે ઉમેર્યુ હતુ કે “તૂફાન જે તે વ્યક્તિ પોતાના જીવનમાં જે પડકારોમાથી પસાર થાય છે અને તે ક્યારેય છોડવા ન જોઇએ તેની વાર્તા છે. આ સંપૂર્ણ મનોરંજન છે જે રોમાચક છે, ઉશ્કેરણીપૂર્ણ વિચારો અને પ્રેરણારૂપ હોવા જોઇએ. તેથી તમારા કેલેન્ડર સામે નજર રાખો અને તમારા પોપકોર્ન સાથે મનોરંજન આપતી ફિલ્મ માટે તૈયાર થઇ જાઓ.”
 
એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને ROMP પિક્ચર્સના સહયોગથી રજૂ કરાયેલ તૂફાન એક પ્રેરણારૂપ રમતજગતને લગતો ડ્રામા છે જે રિતેષ સિધવાણી, રાકેશ ઓમપ્રકાશ મહેરા અને ફરહાન અખ્તર દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં દરેક સ્ટાર કાસ્ટનો સમાવેશ થાય છે. જેનું અગ્રણી ભૂમિકામાં ફરહાન અખ્તર નેતૃત્ત્વ કરે છે અને તેની સાથે મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક કપૂર, હુસૈન દલાલ, ડૉ. મોહન અગાશે, દર્શન કુમાર અને વિજય રાઝનો સમાવેશ થાય છે. 
 
રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા દિગ્દર્શિત ફિલ્મનું ભારે ઉત્તેજનાપૂર્ણ ટ્રેઇલર આપણને એક વિચિત્ર વ્યક્તિ અજ્જુ ભાઇની સફરમાં લઇ જાય છે જે એક વ્યાવસાયિક બોક્સર અઝીઝ અલી બને છે. તૂફાન એ એક જુસ્સા અને મક્કમ નિર્ધાર દ્વારા પ્રેરીત આશા, વિશ્વાસ અને આંતરિક શક્તિની વાર્તા છે.
 
તૂફાન એમેઝોન પ્રાઇમ વીડિયો પર હિન્દી અને ઇંગ્લીશમાં રજૂ થનારી પ્રથમ ફિલ્મ હશે જે 16 જુલાઇ 2021ના રોજ 240 દેશો અને પ્રાંતોમં રજૂ થશે.