200 કરોડના લગ્નમાં પરફોર્મ કરશે Urvashi Rautela

urvashi
Last Modified શનિવાર, 22 જૂન 2019 (17:41 IST)
ઉત્તરાખંડના ઔલીમાં એક ગ્રૈંડ લગ્ન આ સમયે ચર્ચાનો વિષય બનેલા છે. અનેક બોલીવુડ કલાકાર આ લગ્નને અટેંડ કરવા માટે પહોંચી રહ્યા છે. જેમાથી એક ઉર્વશી રૌતેલા ( Urvashi Rautela) પણ છે.

ઉલ્લેખનીય છે કે આ લગ્ન મીડિયામાં ચર્ચા બનવાના અનેક કારણો છે. રિપોર્ટ્સનુ માનીએ તો એવુ કહેવાય રહ્યુ છે કે લગ્નમાં લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સાથે જ તેનો મંડપ ફિલ્મ બાહુબલીના રાજમહેલ જેવો સજાવવામાં આવ્યો છે. પણ આ બધા વચ્ચે એક કારણ છે જે કારણે આ લગ્ન પર સૌની નજર છે તો એ છે ઉર્વશી રૌતેલા.
urvashi
આ લગ્નમાં ઉર્વશી રૌતેલા પરફોર્મ કરવાની છે. તાજેતરમાં જ તેણે પોતાની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી છે અને કૈપ્શનમાં લખ્યુ છે કે પરફોર્મ કરવા માટે તૈયાર છુ.
urvashi
પીળા રંગની સ્કર્ટ, ટી શર્ટ અને જેકેટ પહેરી
ઉર્વશી એક મોટા ટેડી બિયરના ખોળામાં બેસેલી દેખાય રહી છે.
ફોટોના પોસ્ટ કરવાના થોડા જ સમયમાં તેના ફ્રેંડસે લાઈક્સ અને કમેટ્સ પણ કર્યા છે. જોઈએ હવે ઉર્વશી રૌતેલા પોતાના પરફોર્મેસથી કેવી રીતે ફેંસનુ દિલ જીતે છે.


આ પણ વાંચો :