સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (18:55 IST)

સંગીત જગતના શહેનશાહ ઉસ્તાદ રાશિદ ખાનનું નિધન

rashid khan
Ustad Rashid Khan Dies: સંગીતની દુનિયાનું મોટું નામ ઉસ્તાદ રાશિદ ખાનનું આજે કોલકાતાની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેમણે 55 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ કોલકાતાની એક હોસ્પિટલમાં પ્રોસ્ટેટ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. 
 
દિગ્ગજ સંગીતકારનું કેન્સરના કારણે નિધન- 55 વર્ષની ઉંમરે તેમણે દેશ અને સંગીત ઉદ્યોગને અલવિદા કહી દીધું. ઉસ્તાદ રાશિદ ખાન કેટલાક વર્ષોથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. જેમનું આજે કોલકાતાની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
 
પ્રોસ્ટેટ કેન્સરને કારણે કોલકાતાની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સંગીતના ઉસ્તાદ ઉસ્તાદ રાશિદ ખાનની અત્યંત ગંભીર હાલતને કારણે તેમને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા. ગયા મહિને મગજના હુમલા બાદ સંગીતકારની તબિયત લથડી હતી.