ગુરુવાર, 25 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 4 જૂન 2024 (00:01 IST)

વરુણ ધવન બન્યા પિતા, નતાશા દલાલે દીકરીને આપ્યો જન્મ

varun natasha
varun natasha
બોલીવુડના પ્રખ્યાત અભિનેતા વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલને સોમવાર, 3 જૂને એક પુત્રીનો જન્મ થયો હતો. વરુણના પિતા અને ફિલ્મ નિર્માતા ડેવિડ ધવને હોસ્પિટલથી બહાર નીકળતી વખતે આ સારા સમાચાર આપ્યા હતા. વરુણ ધવન અને નતાશા દલાલ લગ્નના બે વર્ષ બાદ માતા-પિતા બન્યા છે. 3 જૂન, 2024 ના રોજ, નતાશા દલાલને લેબર પેઇનથી પીડાતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વરુણ ધવન હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો.

 
નતાશા દલાલ-વરુણ ધવન  બન્યા માતા-પિતા 
દાદા બની ગયેલા ડેવિડ ધવન જ્યારે પોતાની પૌત્રી અને પુત્રવધૂને મળવા હોસ્પિટલ પહોંચ્યા તો તેમણે ત્યાં હાજર પાપારાઝીને જાણ કરી કે તેમના ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. વીડિયોમાં વરુણ ધવન પણ જોવા મળી રહ્યો છે જ્યારે તે તેના પિતા સાથે હોસ્પિટલમાંથી બહાર આવ્યો હતો. આ કપલના ફેન્સ અને સ્ટાર્સ સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.