બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 23 ઑક્ટોબર 2021 (15:38 IST)

દિગ્ગજ અભિનેત્રી મીનૂ મુમતાજનુ 79 વર્ષની વયે નિધન, કનાડામાં લીધા અંતિમ શ્વાસ

મીનુ મુમતાઝનું પૂરું નામ મલિકુન્નિસા અલી(Malikunnisa Ali) હતું. આ નામ તેમને મીના કુમારીએ આપ્યું હતું. મેહમૂદના લગ્ન મીના કુમારીની નાની બહેન મધુ સાથે થયા હતા. મીનુ મુમતાઝે 50 ના દાયકામાં સ્ટેજ ડાન્સર તરીકે પોતાની કેરિયની શરૂઆત કરી હતી. બાદમાં તે ઘણી ફિલ્મોમાં ડાન્સર તરીકે જોવા મળી હતી.
 
મીનુ મુમતાઝે બલરાજ સાહની સાથે ફિલ્મ 'બ્લેક કેટ' કરી હતી. આ ઉપરાંત તેમણે ગુરુ દત્તની ફિલ્મો 'કાગઝ કે ફૂલ', 'ચૌદહવી કા ચાંદ' અને 'સાહિબ બીબી ઔર ગુલામ' માં કામ કર્યું. તેમની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં 'તાજમહેલ', 'ઘુંઘટ', 'ઇન્સાન જાગ ઉઠા', 'ઘર બસા કે દેખો', ​​'ગઝલ', 'અલીબાબા', 'અલાદ્દીન', 'ધર્મપુત્ર' અને 'જહાઆરા' નો સમાવેશ થાય છે.
 
પરિવારમાં કોણ છે
 
મીનુ મુમતાઝે ડિરેક્ટર સૈયદ અલી અકબર સાથે લગ્ન કર્યા. આ દંપતીને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ફિલ્મોમાંથી રિટાયર થયા પછી તે લાંબા સમયથી કેનેડામાં રહેતી હતી.