બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 10 જૂન 2019 (10:12 IST)

જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત જાણીતા અભિનેતા ગિરીશ કર્નાડનુ નિધન

પોતાના દમદાર અભિનયથી ફેંસના દિલો પર રાજ કરનારા ફેમસ એક્ટર અને કન્નડ સાહિત્યકાર ગિરીશ કર્નાડનુ 81 વર્ષની વયમાં નિધન થઈ ગયુ છે. તેમના નિધનનુ કારણ મલ્ટીપલ ઓર્ગેનનુ ફેલ થવુ છે. ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની સારવાર ચાલી રહી હતી. 
 
ગિરીશ કર્નાડને અંતિમવાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર જીંદા હૈ માં જોવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં સલમાન ખાનને જુદા જુદા મિશન પર મોકલનારા અભિનેતા ગિરીશ કર્નાડ જ હતા. 
 
ગિરીશ કર્નાડને 1978માં આવેલ ફિલ્મ ભુમિકા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમને 1998માં સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ગિરીશ કર્નાડ એવા અભિનેતા છે જેમણે કમર્શિલ સિનેમા સાથે સમાનાંતર સિનેમા માટે પણ જોરદાર કામ કર્યુ. ગિરીશે કન્નડ ફિલ્મ સંસ્કાર (1970)થી પોતાની એક્ટિંગ અને સ્ક્રીન રાઈટિગ્ન ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં કન્નડ સિનેમાના પ્રથમ પ્રેજિડેંટ ગોલ્ડન લોટસ એવોર્ડ જીત્યો.  બોલીવુડમં તેમની પહેલી ફિલ્મ 1974માં આવેલ જાદુ કા શંખ હતી. બોલીવુડ ફિલ્મ નિશાંત(1975), શિવાય અને ચૉક ઈન ડસ્ટરમાં પણ કામ કર્યુ હતુ.