શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (08:06 IST)

સારા અલી ખાનની આંખોમાં ડૂબેલા વિકી કૌશલ, અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ થયુ પુરુ

Photo : Instagram
વિક્કી કૌશલ આ દિવસોમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે સતત ચર્ચામાં છે. લગ્ન બાદથી, વિક્કી કૌશલ તેની આગામી ફિલ્મને લઈને ઈન્દોર અને મુંબઈની આસપાસ ફરે છે. તમને જણાવી દઈએ કે વિક્કી કૌશલ ટૂંક સમયમાં ડાયરેક્ટર લક્ષ્મી ઉત્તેકરની આગામી ફિલ્મમાં જોવા મળશે. 
આ અનટાઈટલ્ડ ફિલ્મમાં સારા અલી ખાન વિકી કૌશલની સામે જોવા મળશે. વિકી અને સારા છેલ્લા કેટલાક સમયથી ઈન્દોરમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આજે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે. વિકી કૌશલની સાથે સારા અલી ખાને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે અને આ ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલા અનુભવો પણ શેર કર્યા છે.