બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ, , શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (12:25 IST)

સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ વચ્ચે એ રાત્રે શુ થયુ હતુ ? સામે આવ્યુ પોલીસને આપેલુ નિવેદન

ટીવી અને ફિલ્મ ઈંડસ્ટ્રીના જીંદાદિલ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ને મોતે અચાનક દુનિયા પાસેથી છીનવી લીધા છે. સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ અટેક આવ્યો હતો. પણ ફક્ત 40 વર્ષની વયમાં અચાનક તેમનુ નિધન થવાથી અભિનેતાના પરિવાર, મિત્ર અને ફેંસ બધા આધાતમાં છે. બધા જાણવા માંગે છે કે છેવટે એ રાત્રે અચાનક શુ થઈ ગયુ હતુ ?  મોડી રાત્રે લગભગ 3:00 થી 3:30 દરમિયાન સિદ્ધાર્થ શુક્લા પાસે હાજર શહેનાઝ ગિલે  (Shahnaz Gill) જણાવ્યુ કે તેમને બેચેની થઈ રહી હતી, છાતીમાં દુ:ખાવો અને ગભરામણ જેવુ લાગતુ હતુ. 
 
ત્યારબાદ શહેનાઝ ગિલે સિદ્ધાર્થની માતાને કોલ કર્યો. સિદ્ધાર્થની માતા પણ આ એપાર્ટમેન્ટના પાંચમા માળ પર રહે છે. સિદ્ધાર્થની મા શહનાઝ ગિલે કૉલ કર્યા પછી 1204 નંબર પ્લેટમાં આવી. માતાએ સિદ્ધાર્થ સાથે વાત કરી અભિનેતાને પાણી આપીને તેને સૂવા માટે કહ્યુ. માતાએ કહ્યુ કે તે આંખ બંધ કરીને આરામ કરે અને સૂવાનો  પ્રયત્ન કરે. 
 
ત્યારબાદ સિદ્ધાર્થ શુક્લા શહનાઝ ગિલની હથેળીઓ પર માથું મુકીને સૂઈ ગયો, પછી તે ઉઠ્યો જ નહીં. પોલીસને આપેલા નિવેદનમાં શહનાઝ ગિલે જણાવ્યું હતું કે, 'તેમને વોશરૂમ જવું હતું, પરંતુ સિદ્ધાર્થની પરેશાની જોઈને તે પથારીમાંથી ઉઠી પણ નહીં. મને ડર હતો કે કદાચ સિદ્ધાર્થ જાગી જશે અને બેચેન થઈ જશે. સવારે 5:30 વાગ્યાની આસપાસ, શહેનાઝને લાગ્યું કે સિદ્ધાર્થનું શરીર ઠંડુ પડી રહ્યું છે. શહેનાઝે તરત જ સિદ્ધાર્થની માતાને ફોન કર્યો અને કહ્યું કે સિદ્ધાર્થનું શરીર ઠંડુ પડી ગયું છે.
 
આ જ એપાર્ટમેંટમાં સિદ્ધાર્થની મોટી બહેન પ્રીતિ પણ રહે છે. સિદ્ધાર્થની માતાએ પ્રીતિને આ વાતની માહિતી આપી. ત્યારબાદ આખો પરિવાર ફ્લેટ નંબર 1204માં પહોંચ્યો. સિદ્ધાર્થનુ શરીર ઠંડુ પડી ચુક્યુ હતુ. પરિવારે સિદ્ધાર્થને પથારી પરથી જમીન પર ઉતાર્યો. તેનો શ્વાસ ચેક કર્યો અને તેની નાડી ચેક કરી અને ફેમીલી ડોક્ટરને આની માહીતી આપી. ત્યારબાદ સિદ્ધાર્થને લઈને તેના જીજાજી, બહેન અને નિકટના લોકો કૂપર હોસ્પિટલ પહોંચ્યા. જ્યા કૂપર હોસ્પિટલના ડોક્ટર નિરંજને સિદ્ધાર્થને તપાસ કર્યા બાદ તેમને ડેથ બિફોર અરાઈવલ જાહેર કરી દીધા.