ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2024 (14:59 IST)

મલાઈકા અરોડાના પિતાના સુસાઈડ મામલામાં ક્યારે શુ અને કેવી રીતે થયુ ? માતાએ જણાવી સમગ્ર હકીકત

મલાઈકા અરોરાના સાવકા પિતા અનિલ મહેતાની આત્મહત્યાના સમાચાર આખા પરિવારના જીવનમાં ભૂકંપની જેમ આવી ગયા. બુધવારે સવારે મલાઈકાના પિતાએ બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તે બિલ્ડિંગના છઠ્ઠા માળે રહેતો હતો. આ ઘટનાની આગલી રાત્રે મલાઈકા અરોરા અને તેની બહેન અમૃતા ઘરે ફેમિલી ડિનર માટે ગઈ હતી. આ અચાનક થયેલા અકસ્માતે મલાઈકાને હચમચાવી દીધી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ફોરેન્સિક તપાસ પણ કરી રહી છે. આ સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, જેથી આત્મહત્યાનું કારણ શું હતું તે સ્પષ્ટ થયું નથી.
 
 
માતાએ બતાવી માતાએ બતાવ્યો સમગ્ર ઘટનાક્રમ 
મલાઈકા અરોડાના સાવકા પિતા અનિલ મેહતાની આત્મહત્યાના થોડા કલાક પછી સમાચાર આવ્યા છે કે પોલીસ અધિકારીઓએ તેમની મા જૉયસીનુ નિવેદન નોંધાવી દીધુ છે. સૂત્રોએ દાવો કર્યો છે કે મલાઈકાની માતાએ પોલીસને પોતાના નિવેદનમાં કહ્યુ કે અનિલ રોજ સવારે બાલકનીમાં બેસીને છાપુ વાચતા હતા. જૉયસે પોલીસને એ પણ જણાવ્યુ કે બુધવારની સવારે જ્યારે તેમણે લિવિંગ રૂમમાં પોતાના પૂર્વ પતિની ચપ્પલ  જોઈ તો તેમને બાલકનીમાં શોધવા ગઈ. જ્યારે તે ત્યા ન મળ્યા તો તેને નમીને નીચે  જોયુ. બિલ્ડિંગનો ચોકીદાર મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. જૉયસીએ પોલીસને એ પણ જણાવ્યુ કે અનિલ મેહતા કોઈ ગંભીર બીમારીથી ગ્રસ્ત નહોતા. તેમણે ફક્ત ઘૂંટણમાં થોડો દુખાવો હતો. તેમને મર્ચન્ટ નેવીમાંથી વીઆરએસ લઈ લીધુ હતુ. 
 
ઘટના સમયે મલાઈકા મુંબઈમાં નહોતી 
ઉલ્લેખનીય છે કે જે સમયે ઘટના બની એ સમયે મલાઈકા મુંબઈમાં નહોતી. જેની સૂચના મળતા જ તે પુણેથી મુંબઈ જવા રવાના થઈ અને ઘટના સ્થળ પર પહોચી. આ સમય દરમિયાન મલાઈકાને ઈન્ડસ્ટ્રી અને પરિવારના મિત્રોનો સાથ મળ્યો. તેના નજીકના મિત્રો કરીના કપૂર, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન, ટેરેન્સ લેવિસ, રિતેશ સિધવાની, શિબાની દાંડેકર અને સોફી ચૌધરી તેને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. અભિનેત્રીનો એક્સ બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ ઘટના સ્થળ પર જોવા મળ્યો.  મોડી રાત્રે પણ તે તેની સાથે તે  તેના પિતાના ઘરેથી નીકળી હતી. એટલું જ નહીં, આ મુશ્કેલ સમયમાં મલાઈકાનો પૂર્વ પતિ પણ તેની સાથે ઉભો જોવા મળ્યો હતો.