રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 10 સપ્ટેમ્બર 2024 (11:26 IST)

એશ્વર્યા રાયે પુત્રી આરાધ્યા સાથે કર્યા બાપ્પાના દર્શન, સુંદર ઝલક આવી સામે

Aishwarya Rai
Aishwarya Rai
બોલીવુડની ઓજી ડીવા એશ્વર્યા રાય બચ્ચનને સોમવારે સાંજે મુંબઈમાં જીએસબી સેવા મંડળ ગણપતિ પંડાલમાં પોતાની પુત્રી આરાધા બચ્ચન અને માતા વૃંદા રાય સાથે જોવા મળી.  ગણેશ પંડાલમાંથી બહાર નીકળતા ત્રણેયની તસવીરો અને વીડિયો હવે વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં ઐશ્વર્યા અને આરાધ્યા ભારે ભીડમાં બાપ્પાના દર્શન કરતા જોઈ શકાય છે. પંડાલમાં હાજર ભક્તોની ભીડ પણ અભિનેત્રી ઐશ્વર્યા સાથેની તસવીરો ક્લિક કરતી જોવા મળે છે. ગણેશ ચતુર્થીનો ઉત્સાહ ચારેબાજુ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

 
એશ્વર્યા રાયે માતા અને પુત્રી સાથે કર્યા દર્શન 
બોલીવુડના સૌથી પસંદગીના કલાકારોમાંથી એક એશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં જ મુંબઈના પ્રસિદ્ધ જીએસબી ગણેશ પંડાલમાં પોતાની માતા વૃંદા રાય અને પુત્રી આરાધ્ય બચ્ચન સાથે ગણેશ ચતુર્થીના પાવન તહેવાર દરમિયાન આશીર્વાદ લેવા માટે પંડાલમાં જોવા મળ્યા. તેમના દર્શનનો એક વીડિયો જેમા તે દર્શન પછી ગીર્દી વચ્ચે પોતાનો રસ્તો બનાવતી જોવા મળી રહી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગુલાબી રંગનો સિંપલ પણ સુંદર કુર્તો પહેરીને એશ્વર્યા પોતાની માતાની ગીર્દીમાં મદદ કરતી જોવા મળી રહી છે. પીળા રંગના કુર્તામાં આરાધ્ય પણ પોતાની મા અને દાદી સાથે જોવા મળી. 
 
સ્ટાર્સે કર્યા ગણેશ દર્શન 
તાજેતરના દિવસોમાં અનેક બોલીવુડ હસ્તિયોને મુંબઈના વિવિધ ગણેશ પંડાલમાં જતા જોવા મળ્યા છે. જેમા સૌથી લોકપ્રિય લાલ બાગચા રાજા અને જીએસબી ગણેશ છે. ભાગ્યશ્રી અને કાર્તિક આર્યન જેવા કલાકારો લાલ બાગચા રાજામાં પોતાની હાજરી નોંધાવી. બીજી બાજુ એશ્વર્યા પોતાના પરિવાર સાથે જીએસબી પંડાલમાં જોવા મળી. 
 
ઐશ્વર્યા રાયની છેલ્લી ફિલ્મ
કામની વાત કરીએ તો, ઐશ્વર્યા છેલ્લે મણિરત્નમની સુપરહિટ પીરિયડ ડ્રામા 'પોનીયિન સેલવાન'ના પહેલા અને બીજા ભાગમાં જોવા મળી હતી. તેણે હજુ સુધી કોઈ આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી નથી.