વિક્કી કૌશલે સલમાન ખાનની સામે કેટરીના કૈફને કર્યુ પ્રપોઝ, જુઓ વીડિયો

katrina vicky
Last Updated: મંગળવાર, 7 એપ્રિલ 2020 (18:37 IST)


અને કેટરિના કૈફ કેટલાક દિવસોથી તેમની લિંકઅપ સમાચારને
લઈને ચર્ચામાં છે. બંને અનેકવાર પાર્ટીઝ અને ઇવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે. જોકે બંનેએ હંમેશાં એકબીજાને પોતના સારા મિત્ર તરીકે ગણાવ્યા છે. આ દરમિયાન આ બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિક્કી કેટરીનાને પ્રપોઝ કરી રહ્યો છે. રસપ્રદ વાત તો એ છે કે પણ ત્યાં હાજર છે.

ઉલ્લેખનીય છે કે આ વીડિયો એક બોલીવુડના એવોર્ડ શોનો હતો જેમાં વિક્કીએ કેટરીનાને સ્ટેજ પર પ્રપોઝ કર્યું હતું. આ દરમિયાન કેટરિના શરમાતી જોવા મળી હતી. તે જ સમયે સલમાનના એક્સપ્રેશન પણ ખૂબ રમૂજી હતા.

વીડિયોના બેકગ્રાઉન્ડમાં સલમાનની ફિલ્મ મુઝસે શાદી કરોગેનું ગીત પણ
વાગી રહ્યુ
હતુ.કેટરીના સાથેના પોતાના સંબંધોને લઈને વિક્કીએ કહી હતી આ વાત


થોડા દિવસો પહેલા જ્યારે વિક્કીને કેટરિના સાથેના તેના સંબંધ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તે પોતાની અંગત જિંદગીને ગુપ્ત રાખવા માંગે છે.

એક વેબસાઇટ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, 'આ મારું અંગત જીવન છે અને હું તેને ગુપ્ત રાખવા માંગું છું'. તેણે કહ્યું હતું કે જો તમે આ વિશે વાત કરો છો, તો આનાથી વાત ફેલાય છે.
જો વાતો થશે તો તેનાથી ઘણી ગેરસમજો થશે અને હું મારા જીવનમાં આ ઇચ્છતો નથી. મારું માનવું છે કે હુ મારા અંગત જીવનને લઈને થોડો સજાગ રહુ અને હું આ સમયે કંઈપણ વાત ખુલ્લેઆમ કરવા માંગતો નથી.આ પણ વાંચો :