શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સલમાન ખાન
Written By
Last Updated : શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (17:22 IST)

જનમદિવસ પર એક વાર ફરી મામા બન્યા સલમાન ખાન, આ છે અર્પિતા આયુષની દીકરીનો નામ

બૉલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન આજે તેમનો 54મો જનમદિવસ ઉજવી રહ્યા છે. આ ખાઅ અવસર પર બૉલીવુડના ઘણા સિતારા અને તેમના ફેંસ તેને જનમદિવસની બધાઈ આપી રહ્યા છે. તેમજ જનમદિવના અવસર પર સલમાન ખાનની બેન અર્પિતાએ તેને ખૂબ ખાસ ગિફ્ટ પણ આપ્યુ છે. જેને જાણીને ભાઈજાનના ફેંસ પણ ખુશ થઈ જશે. જનમદિવસના અવસર પર સલમાન ખાન ફરીથી મામા બની ગયા છે. 
 
સલમાન ખાનની બેન અર્પિતાએ આજે દીકરીને જન્મ આપ્યુ છે. તેને સવારે મુંબઈના હિંદુજા હોસ્પીટલમાં દાખલ કરાવ્યુ હતું. અર્પિતાના પતિ આયુષ શર્મા અને તેમના પરિવારવાળાએ આધિકારિક રીતે જણાવ્યુ કે અર્પિતાએ દીકરીને જન્મ આપ્યુ છે. તેને કીધું. ખૂબ ખૂબ ખુશીની સાથે, અર્પિતાએ એક દીકરીને જન્મ આપ્યુ છે. આ ખુશીના અવસરે અમે અમારા પરિવાર મિત્રો અને તમારા બધા શુભ ચિંતકોનો આભાર કરે છે. પ્રશંસકોએ તેમના હમેશા પ્યાર અને સમર્થન માટે એક વિનમ્ર આભાયર કરીએ છે. આ સફર તમારા બધા વગર પૂરા નથી થઈ શકતુ હતું. 
 
તેની સાથે જ અર્પિતાના પ્તિ અને અભિનેતા આયુષ શર્માએ દીકરીના નામનો પણ ખુલાઓ કરી નાખ્યુ છે. તેને ઈંસ્ટાગ્રામ પર દીકરીનો નામ શેયર કર્યુ છે. આયુષ શર્માની ઈંસ્ટા પોસ્ટ મુજબ દીકરીનો નામ આયત શર્મા છે. ઉલ્લેખનીય છે કે અર્પિતા હોસ્પીટલમાં સી-સેક્શન ડિલીવરીથી આ દીકરીને જન્મ આપ્યુ છે અને ભાઈજાનના 54મા જનમ્દિવસને જીવનભર માટે યાદગાર બનાવી દીધું છે. અર્પિતાની વાત કરી તો તે સલમાન ખાનની સગી બેન નથી પણ સલીમ ખાની ઍડૉપ્ટ કરેલી દીકરી છે. દિલ છો લેવાની વાત આ છે કે સલમાનનો આખુ પરિવાર તેને જાનથી વધારે ચાહે છે. અને ખાસ કરીને સલમાન ખાનના તો ખૂબ નજીકી છે. 
 
અર્પિતાને અડૉપ્ટ કરવાની વાત પણ દિલને છૂનારી છે. વર્ષ 1981માં સલીમ ખાનએ જ્યારે હેલનથી બીજું લગ્ન કર્યુ તો તેને કોઈ સંતાન નથી થઈ જ્યારબાદ બન્ને એ વિચાર્યુ કે શા માટે ન એક બાળકીને અડૉપ્ટ કરી. આ રીતે સલમાન ખાન પરિવારમાં અર્પિતા આવી. સલીમ ખાનના બાળકોમાં સૌથી મોટા સલમાન ખાન ત્યારબાદ અરબાજ ખાન ફરી સોહેલ ખાન અને પછી અલવિરા અગ્નિહોત્રી અને ફરી અર્પિતા ખાન શર્મા સૌથી નાની છે. સલમાનનો આખુ પરિવાર ફિલ્મી બેકગ્રાઉંડથી છે. પણ અર્પિતા ફિલ્મોથી દૂર છે.